પરસેવો વેચીને કરોડપતિ બની મહિલા! ચલાવે છે BMW, કોફી શોપમાં કરતી હતી કામ
- ડર્બીશાયરના મેટલોકમાં રહેતી મહિલા નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કર્યો
અમેરિકા, 30 ઓકટોબર: અભ્યાસ કરતી વખતે, મોટાભાગના લોકો વધુ સારી નોકરી મેળવવાની ઇચ્છા રાખે છે. પરંતુ રોજગારી મેળવતા લોકો ઘણીવાર પોતાનો ધંધો સેટ કરવા માંગે છે. પરંતુ સમસ્યા એ ઉભી થાય છે કે, જો તમે નોકરી છોડી દો તો શું કરવું? આમ વિચારીને જ જીવન પસાર થાય છે. પરંતુ કેટલાક લોકો નોકરી છોડવામાં થોડો સમય પણ લેતા નથી. આટલું જ નહીં તેઓ કેટલાક અજીબોગરીબ કામ કરીને તેમની નોકરી કરતાં વધુ કમાણી પણ કરવા લાગે છે. આજે અમેરિકાના ડર્બીશાયરના મેટલોકની આવી જ એક મહિલા વિશે કહેવા જઈ રહ્યા છીએ, જે એક સમયે કોફી શોપમાં કામ કરતી હતી. પરંતુ હવે આ મહિલાએ નોકરી છોડીને પોતાનો પરસેવો ઓનલાઈન વેચવાનું શરૂ કરી દીધું છે. આશ્ચર્યજનક વાત એ છે કે, તે પરસેવો વેચી-વેચીને કરોડપતિ પણ બની ગઈ છે.
View this post on Instagram
મહિલા ચલાવે છે લકઝરી કાર BMW
એક અમેરિકન મહિલાએ કોફી શોપમાં નોકરી છોડી દીધી. આ પછી તેણે પોતાનો પરસેવો ઓનલાઈન વેચવાનું શરૂ કર્યું. જાણીને નવાઈ લાગશે કે, હવે તેણીની કમાણી કરોડોમાં છે. એટલું જ નહીં, તે BMW જેવી લકઝરી કાર ચલાવે છે. તેના ઓનલાઈન ઘણા ચાહકો પણ છે, જેઓ લાખો અને કરોડોની ગિફ્ટ મોકલે છે.
મહિલાના એક બોટલ પરસેવાની કિંમત 43 લાખ 67 હજાર!
મહિલાનું નામ એલેક્સિયા ગ્રેસછે, જે 25 વર્ષની છે. એલેક્સિયાએ જણાવ્યું કે,તે એક વખત બરિસ્ટા કોફી શોપમાં કામ કરતી હતી. પરંતુ નોકરી છોડ્યા બાદ તેણે ઓનલાઈન મોડલિંગ શરૂ કર્યું. આ પછી એલેક્સિયાએ એક વિચિત્ર બિઝનેસ શરૂ કર્યો. જે હતો પોતાનો પરસેવો વેચવો. એલેક્સિયા ગ્રેસે તાજેતરમાં જ તેના ચાહકો સાથેના તેના સંબંધો વિશે જણાવ્યું હતું. એલેક્સિયાએ કહ્યું કે, નોકરી છોડ્યા બાદ હું ઓન્લી ફેન્સ(Onlyfans) સાથે જોડાઈ ગઈ, જ્યાં હું મારા પ્રાઈવેટ ફોટો અને વીડિયો શેર કરતી હતી. પણ નોકરી કરતાં કમાણી ઓછી હતી. પરંતુ ધીરે ધીરે આ કમાણી વધતી ગઈ અને પછી મેં મારો પરસેવો વેચવાનું શરૂ કર્યું, જેની એક બોટલની કિંમત લગભગ 43 લાખ 67 હજાર રૂપિયા છે.
એલેક્સિયાએ કહ્યું કે, મારા ચાહકો પણ મને લાખો રૂપિયાની ભેટ મોકલે છે. તાજેતરમાં જ મેં એક લક્ઝરી BMW કાર પણ ખરીદી છે, તે પણ મારા ચાહકોની મદદથી. હકીકતમાં, એલેક્સિયાએ અગાઉ મર્સિડીઝ ખરીદી હતી, તે પણ EMI (કાર લોન) પર, જે પાછળથી ઘણી સમસ્યાઓનો સામનો કરવા લાગી. તેણીએ કહ્યું કે, ઓનલાઈન વાતચીત દરમિયાન મેં મારા એક ફેન્સને કાર વિશે જણાવ્યું. તે ચાહકે મારા માટે 43 લાખ રૂપિયાનું ગેમિંગ પીસી પહેલેથી જ ખરીદ્યું હતું. મેં તેને કાર વિશે જણાવ્યું કે તરત જ તેણે મને 64 લાખ રૂપિયા મોકલી આપ્યા. એલેક્સિયા કહે છે કે, તેણી તેની નવી કારને પ્રેમ કરે છે અને જો Onlyfans ન હોત તો તેણી પોતાના સ્વપ્નવાળી જિંદગીનો ખર્ચ ઉઠાવી ન શકી હોત.
પોતાનો પરસેવો વેચીને કરોડપતિ બનેલી આ એડલ્ટ મોડલે કહ્યું કે, તે બરિસ્ટા કોફીમાં કામ કરતી વખતે જ Onlyfans સાથે જોડાઈ હતી. પરંતુ શરૂઆતમાં બહુ કમાણી ન હતી. પરંતુ બે વર્ષની મહેનતનું ફળ મળ્યું અને મેં OnlyFans પર કમાણી કરવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં, વર્ષ 2021માં એલેક્સિયાએ તેની નોકરી છોડી દીધી અને પૂર્ણ સમય મોડેલિંગનું કામ કરવાનું શરૂ કર્યું. તે દરમિયાન, તેણીએ વાર્ષિક 1 કરોડ 31 લાખ રૂપિયા કમાવવાનું શરૂ કર્યું હતું. આ પછી એલેક્સિયાની કમાણી ઘણી વધી ગઈ છે. તેણીએ કહ્યું કે, મારું જીવન હવે પહેલા કરતા સારું થઈ ગયું છે. હવે મારે 9થી 5 કામ કરવાની જરૂર નથી.
આ પણ જૂઓ: સાઉથની અભિનેત્રી વિવાદમાં ફસાઈ, સોશિયલ મીડિયા પર #BoycottSaiPallavi થયું ટ્રેન્ડ, જાણો કેમ