મારી કમાણી ખાઈને હૂકમ પણ મારી પર ચલાવે છે: મહિલાએ પતિને ફટકાર્યો, જૂઓ વીડિયો
- સોશિયલ મીડિયા પર UPના બહરાઈચનો વીડિયો વાયરલ થયો
નવી દિલ્હી, 30 જુલાઇ: સોશિયલ મીડિયા પર દરરોજ એક વીડિયો વાયરલ થાય છે, જે ક્યારેક લોકો હસાવે ડે છે તો ક્યારેક આશ્ચર્યમાં મૂકી દે છે. ઘણી વખત મેટ્રો અને ટ્રેનમાં ઝઘડાના વીડિયો પણ વાયરલ થાય છે. ત્યારે ફરી એકવાર કંઈક આવું જ જોવા મળ્યું છે. હાલમાં જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અહેવાલ મુજબ આ વીડિયો UPના બહરાઈચનો છે. જેમાં એક મહિલા તેના પતિને કોલરથી પકડીને જાહેરમાં ફટકારતી જોવા મળે છે.
Kalesh b/w Husband and Wife (The wife beats up her husband in crowded market) Bahraich UP
pic.twitter.com/vuCrwJvik8— Ghar Ke Kalesh (@gharkekalesh) July 28, 2024
પતિ-પત્ની વચ્ચે જાહેરમાં થયો ઝઘડો
આ દરમિયાન તેનો પતિ કહી રહ્યો છે કે, “મહિલા પોલીસ સ્ટેશન ચાલો.” જેના પર તેણી કહે છે કે, હું શા માટે પોલીસ સ્ટેશન જાઉં, મારી કમાણી ખાઈને હૂકમ પણ મારી પર ચલાવે છે. આ કહેતી વખતે તેણી તેના પતિને જોરથી થપ્પડ મારે છે. તેણી આસપાસ ઊભા રહેલા લોકોના કહે છે કે, ‘આનો વીડિયો રેકોર્ડ કરો;’ બંને વચ્ચે આ ઝઘડાનું કારણ શું છે તે સમજાયું નથી, પરંતુ વીડિયો વાયરલ થયા પછી લોકો મહિલાને ઘણું સારું અને ખરાબ કહી રહ્યા છે.
વીડિયો પર લોકોએ આપી પોતાની પ્રતિક્રિયાઓ
વીડિયો પર એક યુઝરે લખ્યું કે, ‘મને આશ્ચર્ય થાય છે, તે તેને જાહેરમાં આટલી માર મારી રહી છે, તો તેણી તેની ખાનગીમાં શું હાલત કરતી હશે.‘ બીજાએ લખ્યું કે, ‘આવા સંબંધમાં રહેવા કરતાં બિલકુલ લગ્ન ન કરવા એ સારું છે.‘ કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે, ‘જો પુરુષને બદલે કોઈ મહિલા હોત તો તેઓ આ શો ન જોતા હોત અને મહિલાને મારનારા પુરુષને મારતા હોત અને તેઓ કહેતા હોત કે, મહિલાઓ સુરક્ષિત નથી.‘ કેટલાક લોકોએ વીડિયોની કમેન્ટમાં લગ્નને ‘ડરામણી’ પણ ગણાવી હતી. જો કે, ઘણા લોકોએ એવું પણ કહ્યું કે, શક્ય છે કે ‘તેના પતિએ એવું કોઈ કૃત્ય કર્યું હશે જેના કારણે મહિલા ખૂબ ગુસ્સે છે.’
ઉલ્લેખનીય છે કે, ગત એપ્રિલ મહિનામાં પણ આવો જ એક કિસ્સો બહાર આવ્યો હતો જ્યારે ફેમિલી કોર્ટની બહાર પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. મહિલાએ તેના પતિ પર જૂતું પણ ફેંક્યું હતું. આખરે પોલીસ અને વકીલોએ બંનેને અલગ કર્યા.
આ પણ જૂઓ: ગૂગલની ભૂલ યુઝર્સને ભારે પડી..! 1.5 કરોડ લોકોના પાસવર્ડ જોખમમાં, જુઓ શું છે સમગ્ર મામલો