15 રૂપિયા માટે મહિલા પર હુમલો કરી કાપ્યું નાક, જાણો સમગ્ર મામલો
બિહાર, 2 નવેમ્બર : બિહારમાં માત્ર 15 રૂપિયા માટે મહિલાનું નાક કાપી નાખવાનો કિસ્સો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલાના બાળકો કોઈ દુકાનમાં ગયા અને ત્યાંથી કુરકુરે અને ચિપ્સ વગેરે ખરીદ્યા. મહિલા પાસે છૂટા પૈસા ન હતા, તેથી તેણે બાકીની રકમ પાછળથી ચૂકવવાનું વચન આપ્યું હતું. આ બાબતે બંને પક્ષો વચ્ચે ઝઘડો શરૂ થયો અને થોડી જ વારમાં વિવાદ મારામારીમાં ફેરવાઈ ગયો. આ દરમિયાન મહિલા પર કુહાડી અને લાકડી વડે હુમલો કરવામાં આવ્યો, જેના કારણે તેનું નાક કપાઈ ગયું. આ સમગ્ર ઘટના ફોર્બ્સગંજ બ્લોકના વોર્ડ નંબર 6ની જણાવવામાં આવી રહી છે.
બાળકો પાસે કુરકુરે અને ચિપ્સ હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, બાળકોએ જમશેદ નામના દુકાનદાર પાસેથી 15 રૂપિયાની કિંમતના કુરકુરે, ચિપ્સ વગેરે લીધા હતા, જેના પૈસા ચૂકવવામાં આવ્યા ના હતા. પીડિત મહિલાએ જણાવ્યું હતું કે તેની પાસે છૂટા પૈસા ન હોવાથી તેણે પછી બાકી રકમ ચૂકવવા જણાવ્યું હતું. આ બાબતે દુકાનદાર અને મહિલા વચ્ચે બોલાચાલી થઈ હતી. થોડી જ વારમાં વિવાદ વધી ગયો અને મામલો મારામારી સુધી પહોંચી ગયો. દરમિયાન દુકાનદાર જમશેદના પિતાએ મહિલા પર કુહાડી અને લાકડી વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. લડાઈ દરમિયાન મહિલાનું નાક કપાઈ ગયું, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી.
વિવાદ વચ્ચે નાક કપાયું
પીડિતાની માતાએ જણાવ્યું કે હલીમા ખાતૂન, રોશની અને સોની અને આરોપીના પરિવારના અન્ય સભ્યોએ તેની પુત્રી પર હુમલો કર્યો. તેમણે જણાવ્યું કે હુમલામાં તેમની પુત્રીનું નાક તૂટી ગયું હતું. ઘટના બાદ પરિવારના સભ્યો અને સ્થાનિક લોકો તાત્કાલિક મહિલાને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેની સારવાર કરવામાં આવી. ઘટના બાદ પીડિત મહિલાની માતાએ કહ્યું કે તેને ન્યાય જોઈએ છે. પીડિતાના પરિવારજનોએ પણ કહ્યું છે કે તેઓ પોલીસ સ્ટેશનમાં અરજી કરશે. ઘટના બાદ પીડિત મહિલાની હાલત ખરાબ છે, નાક કપાઈ જવાને કારણે તે રડી રહી છે.
આ પણ વાંચો :- અદાણીએ બાંગ્લાદેશને એનું સ્થાન બતાવ્યું, બાંગ્લાદેશીઓેએ હવે અંધકારમાં રહેવું પડશે, જાણો કારણ