

સોશિયલ મીડિયામાં હાલ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાજ્યના અનેક શહેરોમાં પેટ્રોલ-ડીઝલની અછત વર્તાઈ રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેના પગલે પંપ ઉપર વાહન ચાલકોની લાંબી કતાર જોવા મળી રહી છે. દરમિયાન આજે રાજકોટ શહેરમાં પણ આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલ ન્યારા પેટ્રોલપંપ બંધ કરવામાં આવ્યો છે. આ અંગે ત્યાંના સંચાલક કિરીટભાઈ પટેલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, સ્ટોકના અભાવે પેટ્રોલપંપ બંધ છે. અમને રિફાઇનરી તરફથી સૂચના મળી છે કે ચૂંટણી સુધી આવું જ ચાલશે. મે એક મહિનાથી ઓર્ડર આપ્યો હોવા છતાં રિફાઇનરી દ્વારા પેટ્રોલ અને ડિઝલનો જથ્થો યોગ્ય પ્રમાણમાં આપવામાં આવતો નથી પૂરતો સ્ટોક હોવા છતાં ડીલરોને પેટ્રોલ-ડીઝલ નથી આપતા. ડીઝલની વધુ અછત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઓછી કિંમતે વેચવા ડીલરોને મુશ્કેલી પડે છે. જે માલ મંગાવામાં આવે તેની સામે પૂરતો માલ સમયસર આપવામાં પણ નથી આવતો.