ટ્રેન્ડિંગમનોરંજન
દેશી ગર્લ વગર નિક ભાઈઓ સાથે આવ્યો ઈન્ડિયા, કોન્સર્ટમાં કરશે પરફોર્મ


મુંબઈ,27 જાન્યુઆરી 2024:પ્રિયંકા ચોપારાને છોડીને નિક જોનાસ તેના ભાઈઓ સાથે સ્ટાઈલિશ લુકમાં મુંબઈ આવ્યો. નિક લોલાપાલૂઝા કોન્સર્ટમાં પર્ફોમ કરશે.

નિક જોનાસ પ્રિયંકા ચોપરા વગર તેના ભાઈઓ સાથે ઈન્ડિયા આવ્યો છે. એરપોર્ટ પર આવેલા નિક બ્રધર્સની તસવીરો સામે આવી છે.
નિક જોનાસ પત્ની પ્રિયંકા ચોપરા વગર મુંબઈ પહોંચ્યો હતો. આ દરમિયાન જોનાસ બ્રધર્સ સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યા હતા.
એરપોર્ટ પર પ્રિયંકાના પતિ નિક બેજ કલરના શર્ટ અને ટ્રાઉઝરમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગતા હતા. તેણે કેપ પહેરી હતી અને સફેદ શૂઝ સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો.જોનાસ બ્રધર્સ એકદમ ડેશિંગ દેખાતા હતા. આ દરમિયાન, નિક અને તેના ભાઈઓએ એરપોર્ટ પર હાજર પેપ્સ માટે જોરદાર પોઝ આપ્યા હતા.
