રાજ્ય સરકારની નવી ઈલેક્ટ્રોનિક પોલિસી, હવે ઈલેક્ટ્રોનિક ઉત્પાદનો અને ઇકો સિસ્ટમનું હબ હશે ગુજરાત


ગુજરાતમાં વર્ષ 2028 સુધીમાં 10 લાખ રોજગારની નવી તક ઉભી થશે અને આ ઉધોગોના વિકાસ માટે સરકારે 2 લાખ 40 હાજર કરોડના રોકાણ કરવાની શક્યતા પણ વ્યક્ત કરી. મુખ્મંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઈલેક્ટ્રોનિક પોલીસી 2022-28 ને લોન્ચ કરી હતી.
હવે દેશમાં ગુજરાત ઈલેક્ટ્રોનિક ઉત્પાદન, ઇકો સિસ્ટમ અને ડીઝાઇનનું હબ બનવા જઈ રહ્યું છે. ગુજરાત સરકારે IT અને ઈલેક્ટ્રોનિક ઉદ્યોગના વિકાસ માટે 2022 – 28 ની નવી ઈલેક્ટ્રોનિક પોલોસી જાહેર કરી. આ પોલીસીથી જે લોકો ઈલેક્ટ્રોનિક ઉધોગો સાથે સંકળાયેલા હશે તેઓને ફાયદો થશે. આ વિશે માહિતી આપતાં રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે સમગ્ર દેશમાં માત્ર ગુજરાતમાં જ આ પોલીસી જાહેર કરવામાં આવી છે. આ પોલીસી દ્વારા 30 અબજ ડોલરના ઈલેક્ટ્રોનિકસનું ઉત્પાદન કરવાનું લક્ષ રાખવામાં આવ્યું છે. આ સાથે દાવો કર્યો કે વર્ષ 2028 સુધી 10 લાખ રોજગારીની તક ઉભી થશે અને આ ઉધોગના વિકાસ માટે 2 લાખ 40 હજાર કરોડ રોકાણની શક્યતા પણ વ્યક્ત કરી. મુખ્યમંત્રીએ આ પોલિસીનું લોન્ચીંગ કર્યું ત્યારે જીતુભાઇ વાઘાણી, મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, સાયન્સ ટેકનોલોજી સચિવ વિજય નેહરા તેમજ GESIA ના પદાધિકારીઓ ત્યાં ઉપસ્થિત હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાતની નવી પહેલરૂપ ઇલેકટ્રોનિકસ પોલીસી 2022-28 નું લોન્ચિંગ હતું. જે અંતર્ગત વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા છે આ પોલિસીના મહત્વના મુદ્દા આ પ્રમાણે છે. આવી વિવિધ મહત્વપૂર્ણ સહાય અને પ્રોત્સાહનો આ પોલિસીમાં આપવામાં આવ્યા છે.
આ પોલિસીમાં 2028 સુધીમાં ઇ.એસ.ડી.એમ. ક્ષેત્રે 10 લાખ રોજગારીના સર્જનનો ધ્યેય રાખવામાં આવ્યો છે.
કેપિટલ આસિસ્ટન્સમાં 20 ટકા સુધીની મહત્તમ સહાય.
સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશન ફીમાં 100 ટકાનું વળતર
પાંચ વર્ષ માટે ટર્મ લોન પર 7 ટકા સુધીની વ્યાજની વાર્ષિક રૂ. 10 કરોડ સુધીની સહાય.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ આ તારીખે ચૂંટણીની જાહેરાત લગભગ નક્કી !