ગુજરાતટોપ ન્યૂઝ

જંત્રીના દર વધારાથી ક્યાંક ખુશી ક્યાંક ગમ !, શું થશે તમને અસર ?

Text To Speech

ગુજરાત સરકારે 12 વર્ષ જંત્રી બમણી કરી દેતાં સૌ કોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે ત્યારે સરકારના આ નિર્ણયથી જમીન, મકાન સહિત સામાન્ય જનતાની તમામ મિલકતોના ભાવમાં સરકારી જ ભાવ વધારો થઈ જશે. જેમાં પણ મુખ્યત્વે સ્ટેમ્પડ ડ્યુટી અને રજીસ્ટ્રેશનના ચાર્જ ભલે યથાવત જ રહેશે પણ ખરીદ વેચાણ માટેના ખર્ચ બમણા થઈ જશે.

આ પણ વાંચો : ગુજરાતમાં જંત્રીનો દર બમણો કરવાનો નિર્ણય : સોમવારથી થશે અમલ

ક્યાંક જોવા મળશે ખુશી

જો કે છેલ્લા 12 વર્ષ પછી જંત્રી એટલેકે સરકારી જમીન મિલ્કતના મૂલ્યને વધારો કરવામાં આવતાં સૌથી મોટો લાભ ગુજરાત સરકારને થવાનો છે. જેમાં સરકારી આવક બમણી થશે તો મિલકત ધરવાતા લોકોની મિલકતનું બજાર મુલ્ય વધશે. જેની સાથે જ ડેવલપર્સ સહિતના ગ્રાહકોની બેંક લોનમાં પણ વધારો જોવા મળી શકે છે. આ ઉપરાંત જે ગેરકાયદેસર વ્યવહાર થતાં હતાં તેના પર પણ ઘટાડો જોવા મળી શકે છે. એક અંદાજ મુજબ ગુજરાત સરકારને જંત્રી વધાવાથી એક નાણાંકીય વર્ષમાં 31 હજાર કરોડથી વધુની આવક મળી શકે છે.

જમીનનો રી-સર્વે

સામાન્ય જનતા માટે મુશ્કેલીનો પહાડ

આ સાથે જ જો વાત મોંઘવારી પર મારની કરવામાં આવે તો મકાન ખરીદવું મોંઘુ થશે જેના કારણે ઘર ખરીદનાર લોકો પર લોન સહિતના ભારણમાં વધારો જોવા મળી શકે છે. જેની સાથે બિનખેતીની NA જમીનની કિંમતો પણ વધારો થશે. આ ઉપરાંત જો કોઇ સામાન્ય મિલકત ધરાવતાં લોકોની વાત કરવામાં આવે તો જંત્રી વધવાના કારણે સ્થાનિક કોર્પોરેશનના ટેક્સમાં પણ વધારો જોવા મળશે, કારણ કે હાલમાં કોર્પોરેશન ટેક્સ જૂના પ્રોપર્ટી ટેક્સના દરે લેવામાં આવતો હતો જે નવી જંત્રી પ્રમાણે વધારો જોવા મળશે.

Ahmedabad real estate Hum dekhenge

હજી આઠ મહિના પછી નવા રેટ્સ આવી શકે છે !

નોંધ કરવા જેવી બાબત એ છેકે હાલમાં શનિવારે થયેલા ઠરાવમાં 5 ફેબ્રુઆરી 2023 પછી સહી થયેલા નોંધણી અર્થે રજુ થતી સ્થાવર મિલકતની બજાર કિંમત નક્કી કરવા અંગેની દરખાસ્ત છે. જેમાં કેટલાંક સૂત્રોનું માનવું છે આ જંત્રીનો રેટ્સ વચગાળાનો હોઈ શકે છે. જેને આગામી લોકસભાની ચૂંટણી બાદ જંત્રીના દરોમાં ફરી એક વાર ફેરફાર કરીને વધારો પણ કરવામાં આવી શકે છે. જેથી ગામી સમયમાં નવા જંત્રીના દર જોવા મળી શકે છે.

આ પણ વાંચો : ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે 1400 કરોડના સટ્ટા રેકેટને ઝડપી પાડ્યો

Back to top button