ગુજરાત

ચૂંટણીને લઈને ભાજપનો પ્રચાર ઝુંબેશ શરૂ, CM અમદાવાદ સહિત બનાસકાંઠાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

Text To Speech

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહી ગયા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ એક્શન મોડમાં દેખાઈ રહી છે. તેમજ વડાપ્રધાન મોદી 30 સપ્ટેમ્બરે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ અંતર્ગત થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવવાના છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર મેટ્રો સ્ટેશનની આજે સમીક્ષા મુલાકાત લેશે. આ સમીક્ષા મુલાકાતમાં તમામ તૈયારીઓની માહિતી હાલ સીએમ લઇ રહ્યા છે. ત્યારે ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદ અને બનાસકાંઠાની મુલાકાત લેવાના છે . જ્યાં યોજાનાર વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવાના છે.

સીએમનો આજનો કાર્યક્રમ:
સીએમ અમદાવાદમાં વહેલી સવાલેપટેલ રન ફોર ડેવલપમેન્ટ મેરેથોન (Run for development marathon) કાર્યક્રમમાં હાજર રહેશે. ત્યારબાદ તેઓ કાલુપુર રેલવે સ્ટેશન અને મેટ્રો સ્ટેશનનું નિરીક્ષણ કરશે. તેઓ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પણ મુલાકાત લેશે. તે બાદ અમદાવાદમાં કાર્યક્રમ પૂર્ણ કરી સીએમ ગાંધીનગરમાં રોહિત સમાજ કાર્યક્રમમાં ઉપસ્થિતી આપવાના છે.જે બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અંબાજીની મુલાકાત કરશે, ત્યાં વડાપ્રધાનના આગમનને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજશે.

ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પ્રચાર ઝુંબેશ શરુ:

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પ્રચાર ઝુંબેશ શરૂ કરી દીધી છે. જેમાં ભાજપે પણ હાલ એકશન મોડમાં છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ એટલે કે 29-30 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવવાના છે. PM મોદી ટ્રેનમાં લગભગ 30 કિલોમીટરની મુસાફરી કરશે.ટ્રેનમાં ગાંધીનગરથી કાલુપુર રેલવે સ્ટેશન આવશે.જયાં કાલુપુર બનાવાયેલા મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે.મુલાકાત બાદ કાલુપુરથી દૂરદર્શન ટાવર સુધી મેટ્રોમાં જશે. મેટ્રોની સુવિધા અમદાવાદીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે.કારણ કે આ સેવા સસ્તી પણ હશે અને ઝડપી પણ હશે.મેટ્રોનું ભાડું માત્ર 5 રૂપિયાથી 25 રૂપિયા સુધીનું હશે..એટલુ જ નહીં બંને રૂટ પર એક છેડેથી બીજે છેડે પહોંચવામાં માત્ર 35 મિનિટ લાગશે. જો કે લોકાર્પણ બાદ 2 દિવસમાં નાગરિકો માટે મેટ્રો સેવા શરૂ થશે.

ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિત રાષ્ટ્રીય નેતાઓ પણ રાજ્યનું મુલાકાતે આવી રહ્યા છે. જેમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વારંવાર રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે.

Back to top button