ઉત્તર ગુજરાત

સાબરકાંઠાના આઠ માંથી છ તાલુકામાં વરસાદ,પ્રાંતિજમાં બે તો તલોદમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો

Text To Speech

ગુજરાતના હવામાનમાં ફરી બદલાવ આવતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ક્યાંક હવામાનના કારણે બેવડિ ઋતુ જેવો માહોલ સર્જાય રહ્યો છે. જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં સતત બે દિવસથી વરસાદ વરસતા ઊભા પાકને નુકસાન થવાની ભિતી સેવાય રહી છે.

સાબરકાંઠા જીલ્લામાં બે દિવસ થી સતત વરસાદ

હવામાન બદલાતા સાબરકાંઠા જીલ્લામાં ૨૫ દિવસ બાદ છેલ્લા ત્રણ દિવસ થી વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે સતત ત્રીજા દિવસે પણ આકાશ વરસાદી વાદળોથી ઘેરાયું રહ્યુ હતુ તેમજ બે દિવસ થી જીલ્લામાં સતત વરસાદ પણ વરસી રહ્યો છે જેને લઈને ખેતીના તૈયાર થયેલા પાકોને નુકશાન થવાની વકી થી ખેડૂતો ચિંતાતુર થાય છે.

જીલ્લાના આઠ માંથી છ તાલુકામાં વરસાદ

તેમજ છેલ્લા ૨૪ કલાકમાં જીલ્લાના આઠ માંથી છ તાલુકામાં વરસાદ નોધાયો છે ત્યારે સૌથી વધુ બે ઇંચ વરસાદ પ્રાંતિજમાં નોધાયો છે. ત્યારે ઇડર ૦૫ મિમી,ખેડબ્રહ્મા ૦૩ મિમી,તલોદ ૨૦ મિમી, પ્રાંતિજ ૪૮ મિમી,વિજયનગર ૦૩ મિમી અને હિંમતનગર ૦૪ મિમી વરસાદ નોધાયો છે.

જીલ્લામાં સરેરાશ ૧૨૭ ટકા વરસાદ નોંધાયો

તો જીલ્લામાં ચોમાસાનો સરેરાશ વરસાદ ૧૨૭ ટકા થયો છે.તો ઇડર,ખેડબ્રહ્મા,પોશીના,વડાલી,વિજયનગર અને હિમતનગર સહીત છ તાલુકામાં વરસાદ ૧૫૦ ટકા નજીક છે તો તલોદ અને પ્રાંતિજ એમ બે તાલુકામાં વરસાદ ૮૫ ટકાથી વધુ છે.બાકીના તાલુકાના પ્રમાણમાં વરસાદ ઓછો છે.

આ પણ વાંચો:‘નોરુ ચક્રવાત’ને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો, આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ

Back to top button