ટ્રેન્ડિંગસ્પોર્ટસ

અયોધ્યામાં યોજાનારી WFIની બેઠક રદ્દ સાથે બ્રિજ ભૂષણ સિંહ પર સરકારના એક્શન શરૂ !

Text To Speech

દિલ્હીમાં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)માં ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે એવી અપેક્ષા હતી કે ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ આજે કોઈ નિર્ણય લઈ શકે છે. તેમણે આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં કુસ્તી સંઘની એક કાર્યકારી બેઠક બોલાવી હતી. જો કે આજે અચાનક આ બેઠક રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રમત મંત્રાલયના પ્રતિબંધને કારણે બેઠક સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જે હવે 1 મહિના પછી યોજાઈ શકે છે.

આ બેઠક રદ્દ થવા અંગેની માહિતી બ્રિજ ભુષણ સિંહે પોતાના સોશિયલ સાઈટ પરથી આપી હતી.જોકે, હવે આવું નહીં થાય. રમત મંત્રાલયે શનિવારે રેસલિંગ ફેડરેશનની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. મીટિંગ કેન્સલ થવા પાછળ આ કારણ માનવામાં આવે છે. કેટલાક કુસ્તીબાજોએ આરોપ લગાવ્યો હતો કે ફેડરેશનના આસિસ્ટન્ટ સેક્રેટરી તોમર એથ્લેટ્સ પાસેથી લાંચ લેતા હતા અને નાણાકીય ભ્રષ્ટાચારમાં સામેલ હતા.

Brij Bhushan Sharan Singh
Brij Bhushan Sharan Singh

શુક્રવારે મોડી રાત્રે મેરેથોન બેઠક બાદ, રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી સહિતના દેશના કેટલાક ટોચના કુસ્તીબાજો દ્વારા સિંહ અને WFI પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવા માટે સરકારે એક મોનિટરિંગ કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : બ્રિજભૂષણ શરણ સિંહ સામેના આરોપોની તપાસ માટે સાત સભ્યોની સમિતિની રચના કરાઈ

શું હતો મામલો?

જંતર-મંતર ખાતે પત્રકાર પરિષદમાં કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ અને કેટલાક કોચ પર મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં કુસ્તીબાજોએ અભદ્રતા, ગેરવર્તણૂક અને પ્રાદેશિકતાનો પણ આરોપ લગાવ્યો હતો.

Back to top button