ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ચોમાસાનું આગમન થતા જ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Text To Speech
  • અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું
  • ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી
  • જુનાગઢ, ગીર-સોમનાથીમાં ભારે વરસાદની શક્યતાઓ

ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં ચોમાસાનું વિધિવત આગમન થતા જ આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વર્ષા રહેશે. તથા નવસારી, વલસાડ, પોરબંદર, જુનાગઢ, ગીર-સોમનાથીમાં ભારેવરસાદની શક્યતાઓ છે. તેમજ અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે.

આ પણ વાંચો: ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની આવક ઘટી, જાણો કેટલો જથ્થો બચ્યો

અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું

નૈઋત્ય ચોમાસાનું ગુજરાતમાં વિધિવત આગમન થયાની જાહેરાત હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા 48 કલાક બાદ ગુજરાતમાં વરસાદ વધારે તેજ બનશે. આ ઉપરાંત આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર, કચ્છ તથા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ આવશે. બીજી તરફ અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે જેના કારણે રાજ્યના મોટા ભાગના શહેરમાં વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ છે. અમદાવાદમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે તાપમાન ઘટયું છે. તેમજ કેટલાક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ વરસ્યો છે.

જુનાગઢ, ગીર-સોમનાથીમાં ભારે વરસાદની શક્યતાઓ

આજે દક્ષિણ ગુજરાતના સુરત,ભરૂચ વલસાડના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા, ગીર સોમનાથ અને સૌરાષ્ટ્રમાં પણ ઝાપટા પડશે. 27મી તારીખને મંગળવારે, વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે, ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડ, છોટાઉદેપુર સહિતની જગ્યાએ વરસાદની વકી છે. 28મી તારીખને બુધવારે, દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓ નવસારી, સુરત, વલસાડ, ડાંગ, નવસારી સહિત અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. 29મી તારીખને ગુરુવારે, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જુનાગઢ, ગીર-સોમનાથીમાં ભારે વરસાદની શક્યતાઓ છે.

Back to top button