સ્પોર્ટસ
કોહલી અને રોહિત T20 સિરીઝમાંથી બહાર, ટીમ ઈન્ડિયા નવા ખેલાડીઓ સાથે ન્યૂઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરશે


ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શુક્રવાર, 27 જાન્યુઆરીથી ત્રણ મેચની T20 સીરીઝ શરૂ થઈ રહી છે. હાર્દિક પંડ્યા નિયમિત કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ ભારતીય ટીમનું સુકાન સંભાળતો જોવા મળશે.

ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ વનડે સીરીઝ રમી રહેલા અનુભવી રોહિત શર્મા અને વિરાટ કોહલીને પસંદગીકારોએ ટી20 ટીમમાં સ્થાન આપ્યું નથી. ટીમની પસંદગી સાથે કોઈપણ પ્રકારનો કોઈ સંદેશ જાહેર કરવામાં આવ્યો ન હતો જેમ સામાન્ય રીતે થાય છે. આરામ આપવાની કોઈ વાત થઈ નથી જેનો અર્થ છે કે આ બંનેને બહાર રાખવામાં આવ્યા છે.

બધાની નજર રાહુલ ત્રિપાઠી અને દીપક હુડા પર રહેશે. છેલ્લી શ્રેણીમાં તક મળ્યા બાદ રાહુલે ટૂંકી પરંતુ તોફાની ઇનિંગ્સ રમીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
આ પણ વાંચો : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કર્યું