આવનારી ગુજરાત વિધાસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપવા મેદાનમાં ઉતરી ગઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વિનર અરવિંદ કેજરીવાલ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. ગુજરાતમાં અનેક વાયદાઓ કરવામાં આવ્યા છે અને અનેક ગેરન્ટી આપ્યા બાદ હવે અરવિંદ કેજરીવાલે વધુ એક ધડાકો કર્યો છે.
गुजरात में भाजपा बुरी तरह से आम आदमी पार्टी से घबरायी हुई है। सूत्रों के मुताबिक़ जल्द ही गुजरात के भाजपा प्रदेश अध्यक्ष C R पाटिल को हटाया जा रहा है। क्या भाजपा इतनी ज़्यादा डरी हुई है?
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 23, 2022
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ આમ આદમી પાર્ટીથી ખૂબ જ ડરી ગઈ છે. સૂત્રો પ્રમાણે, બહુ જલદી ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને હટાવાઈ શકે છે. શું ભાજપા આટલી બધી ડરી ગઈ છે ? આમ આદમી પાર્ટી આજકાલ માત્ર ગુજરાત પર ફોકસ કરી રહી છે. અરવિંદ કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાત મુલાકાતે આવે છે અને અલગ અલગ ગેરન્ટી આપી લોકોને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરે છે. આ વચ્ચે હવે સી.આર.પાટીલને લઈને ટ્વિટ કરતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તો સાથે સાથે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ તેમજ હોમગાર્ડસના તમામ કર્મચારીઓની સમસ્યાનું આમ આદમી પાર્ટીની સરકાર બનવાના 1 મહિનાની અંદર જ નિરાકરણ લાવવાની પણ ગેરન્ટી આપવામાં આવી છે.
આ પણ વાંચો : Video : બુટલેગરો બન્યા બેફામ, પોલીસ જવાનો પર ચડાવી દીધી ગાડી