ગુજરાતબિઝનેસ

3,60,000 બાળકોને પોષણયુક્ત ભોજન કરાવી, ગૌતમ અદાણીએ જન્મદિવસની ખાસ ઉજવણી કરી

Text To Speech

અમદાવાદ, હાલમાં 24 જૂન 2022ના રોજ ભારતના જાણીતા બિઝનેસમેન ગૌતમ અદાણીની 60મી વર્ષગાંઠ હતી. આ ખાસ દિવસ પર અદાણી સમૂહની કંપની, અદાણી વિલ્મર લિમિટેડે એક ઉમદા સેવાકાર્ય થકી તેમના જન્મદિવસની વિશેષ ઉજવણી કરી. જે અંતર્ગત અદાણી વિલ્મર લિમિટેડે 24 જૂનથી 6 દિવસ માટે દરરોજ 60,000 બાળકોને પોષણયુક્ત ભોજન કરાવ્યું. વધુમાં અદાણી વિલ્મરના કર્મચારીઓએ પણ આ ઉજવણી અંતર્ગત બાળકોને પોતાના હાથથી ભોજન પીરસ્યું. અદાણી વિલ્મર લિમિટેડ અને અક્ષય પાત્ર ફાઉન્ડેશનના સહિયારા સહિયોગથી અમદાવાદ, વડોદરા અને સુરત વિસ્તારની અલગ અલગ મ્યુનિસિપલ શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવ્યું.

Adani Foundation Gautam Adani

આ ઉજવણી કાર્યક્રમમાં બાળકોને ખિચડી/પુલાવ, રોટલી/થેપલા અને સુખડી કે ચુરમા જેવી મિઠાઇ અને ચણાની ચાટ કે મસાલા સિંગ જેવો નાસ્તો આપવામાં આવ્યો હતો. અક્ષણ પાત્ર ફાઉન્ડેશન દ્વારા આ ભોજન કાર્યક્રમ માટે અલગ અલગ જગ્યાઓ માટે ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.

Adani Foundation Gautam Adani

આ અંગે અદાણી વિલ્મર લિ.ના CEO અને એમ.ડી. અંગશુ મલ્લિકે જણાવ્યું કે “અદાણી વિલ્મરે, શ્રી ગૌતમ અદાણીના 60માં જન્મદિવસની ઉજવણી પર 6 દિવસ માટે રોજ 60,000 બાળકોને ભોજન જમાડીને અમે ખુશી અનુભવી રહ્યા છીએ. સાથે જ અમને ખુશી છે કે અમે આ કાર્ય અંતર્ગત અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથે જોડાયા, જેમણે અમને વિવિધ સ્થળો પર બાળકો સુધી ભોજન પહોંચાડવા મદદ કરી. આ સિવાય અમારા કર્માચારીઓએ પણ પોતાનો સમય આપી આ ઉમદા કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું છે.” ઉલ્લેખનીય આ ઉજવણી દ્વારા 6 દિવસના અંતે કુલ 3,60,000 બાળકોને પોષણયુક્ત ભોજન આપવામાં આવ્યું. અને આ દ્વારા બિઝનેસમેન ગૌતમ અદાણીના 60 વર્ષગાંઠની ખાસ ઉજવણી કરવામાં આવી.

Back to top button