ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા જાણો કયા ખાબકશે વરસાદ

Text To Speech
  • ગીરસોમનાથ તથા આણંદ, વડોદરામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
  • રાજ્યમાં મેઘરાજાની બેટિંગ યથાવત્ રહેશે
  • પોરબંદર, દ્વારકા, કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે

ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. જેમાં એક સાથે સિસ્ટમ સક્રિય એક્ટિવ થતા વિવિધ શહેરો માટે આફત બનશે. તેમજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમજ પોરબંદર, દ્વારકા, કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે.

ગીરસોમનાથ તથા આણંદ, વડોદરામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

રાજકોટ, અમરેલી તેમજ ભાવનગર, ગીરસોમનાથ તથા આણંદ, વડોદરામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ તેમજ પંચમહાલ, નર્મદા, ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તથા છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ રહેશે. તેમજ અમદાવાદ, ગાંધીનગર તથા અરવલ્લી, મહીસાગર અને દાહોદ, ખેડા, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, જૂનાગઢ, પોરબંદર તથા દ્વારકા, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે. રાજ્યમાં મેઘરાજાની બેટિંગ યથાવત રહેશે. જેમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા વરસાદની આગાહી કરાઇ છે.

રાજ્યમાં મેઘરાજાની બેટિંગ યથાવત્ રહેશે

રાજ્યમાં મેઘરાજાની બેટિંગ યથાવત્ રહેશે. જેમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા વરસાદ રહેશે. તેમાં ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ છે. તેમજ સુરતમાં ભારેથી અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ તથા નવસારી, તાપીમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. તેમજ વલસાડ, દમણમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. લો પ્રેશર, સિયરઝોન, ઓફસોર ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે. જેમાં હવામાન વિભાગની આગહી પ્રમાણે ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ, દમણમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ તથા રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, પંચમહાલ, નર્મદા, છોટા ઉદેપુર, ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ , ગાંધીનગર,અરવલ્લી, મહીસાગર દાહોદ,ખેડા સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે.

Back to top button