ટ્રેન્ડિંગનેશનલબિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી

Wipro AI ટેક્નોલોજી કરશે વિકસિત, હૃદય રોગના જોખમને ઘટાડવામાં થશે મદદરૂપ

  • વિપ્રો IISC ખાતે CBR સાથે મળીને ડિજિટલ એપ્લિકેશન-આધારિત પરીક્ષણ દ્વારા એન્જિનનું કરશે પરીક્ષણ
  • રોગોના જોખમને ઘટાડવા અને તેનું સંચાલન કરવા માટે પર્સનલ કેર રાખનાર એન્જિન વિકસાવવાની તૈયારી કરવામાં આવી 

બેંગલુરુ, 28 મે: AIના આગમન સાથે, ઘણી સમસ્યાઓના ઉકેલો બહાર આવ્યા છે. મેડિકલ ક્ષેત્ર પણ આનાથી અછૂત રહ્યું નથી. ઘણી ટેક કંપનીઓ સતત નવી ટેક્નોલોજી વિકસાવી રહી છે, જેણે ઘણી મોટી અને ગંભીર બીમારીઓ માટે ઉકેલ લાવ્યા છે. આ વલણને ચાલુ રાખીને, વિપ્રોએ પણ એક સમાન તકનીક વિકસાવી છે, જે હૃદય રોગના જોખમોને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ જોખમને ઘટાડવા અને તેનું સંચાલન કરવા માટે, પર્સનલ કેર એન્જિન વિકસાવવાની તૈયારી કરવામાં આવી છે. કંપનીએ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc) બેંગલુરુ ખાતે સેન્ટર ફોર બ્રેઈન રિસર્ચ (CBR) સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી.

 

IISC બેંગલુરુ સાથે ભાગીદારી

કંપનીએ તેની ફાઇલિંગમાં એક્સચેન્જને લગતી માહિતી આપી હતી કે, AIની મદદથી આ બીમારી પર કાબુ મેળવી શકાય છે. આજે મંગળવારે ભાગીદારીની જાહેરાત કરતાં કંપનીએ જણાવ્યું હતું કે, આ સહયોગ લાંબા ગાળાની સ્વાસ્થ્ય સમસ્યાઓને રોકવા, તેનું સંચાલન કરવા અને આ રોગો માટે ચોક્કસ સહાય પૂરી પાડવા માટે નવી ટેકનોલોજી વિકસાવશે.

કંપનીએ હાઇલાઇટ કર્યું હતું કે, પર્સનલ કેર એન્જિન લોકોને AIનો ઉપયોગ કરીને હૃદય રોગ અને ન્યુરોડિજનરેટિવ ડિસઓર્ડરનું જોખમ ઘટાડવામાં અને તેમના લાંબા ગાળાના સ્વાસ્થ્યને કસ્ટમાઇઝ કરવા માટે મદદ કરી રહ્યું છે.

ટેસ્ટ કેવી રીતે થશે?

વિપ્રો IISC ખાતે CBR સાથે મળીને ડિજિટલ એપ્લિકેશન-આધારિત પરીક્ષણ દ્વારા એન્જિનનું પરીક્ષણ કરશે. કંપનીએ કહ્યું છે કે, આ ભાગીદારી AI, મશીન લર્નિંગ (ML) અને બિગ ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને આ ટેક્નોલોજી વિકસાવશે. વિપ્રો લિમિટેડના ચીફ ટેક્નોલોજી ઓફિસર સુભા ટાટાવર્તીએ જણાવ્યું હતું કે, આ યાત્રામાં CBR અને IISc સાથે ભાગીદારી કરીને અમને આનંદ થાય છે. અમારું પર્સનલ કેર એન્જિન આરોગ્ય વ્યવસ્થાપન માટે એપ્લિકેશન અને લાભોને સક્ષમ કરે છે.

વિપ્રોએ હાઇલાઇટ કર્યું હતું કે, તેની R&D ટીમ Lab45ના ભાગ રૂપે પર્સનલ કેર એન્જિન ડિઝાઇન અને વિકાસ કરશે. આ એક AI છે જે વ્યક્તિના તબીબી ઇતિહાસ, આરોગ્યની સ્થિતિ અને અન્ય વર્તણૂકીય પ્રતિભાવોને ધ્યાનમાં લેશે. બંને સંસ્થાઓની R&D ક્ષમતામાં સહયોગ એવી પ્રણાલીઓના વિકાસ તરફ દોરી જશે જે વસ્તીના ધોરણે વધુ સારા સ્વાસ્થ્ય પરિણામો આપશે.

આ પણ જુઓ: વિજ્ઞાનીઓએ શોધી પૃથ્વી જેટલી મોટી દુનિયા, જ્યાં ક્યારેય ડૂબતો નથી સૂર્ય

Back to top button