

વોશિંગ્ટનઃ યુનાઇટેડ સ્ટેટ્સમાં લાખો લોકો ક્રિસમસના વેકેશનમાં ઘરે પુરાઈ રહેવા મજબુર બન્યા છે. હિસ્ટોરિક વિન્ટર સ્ટોર્મના કારણે તેઓ ક્યાંય બહાર નીકળી શકે એમ નથી. બૉમ્બ સાયક્લોન (ચક્રવાત)થી 14 લાખથી વધુ ઘરો અને વ્યવસાયોને ગંભીર અસર થઈ છે. ચક્રવાતને કારણે અંધારપટ, પાવર આઉટેજ અને તાપમાનમાં ઘટાડો થયો છે. એસોસિએટેડ પ્રેસના અહેવાલ અનુસાર, મોટાભાગના આઉટેજ પૂર્વીય યુ.એસ.માં છે, જ્યાં તોફાની પવનોએ વૃક્ષો અને પાવર લાઈનોને પછાડી દીધી છે.
યુનાઇટેડ સ્ટેટ્સના પશ્ચિમી રાજ્ય મોન્ટાનામાં શુક્રવારે પારો -45 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયો. બૉમ્બ સાયક્લોનને કારણે સમગ્ર કેન્દ્રીય રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. ડેસ મોઇન્સ, આયોવા જેવા સ્થળોમાં -37°F (-38°C) જેટલું તાપમાન છે.
Forceful and continuous 54 MPH wind gusts drive sea swells over Boston's Long Wharf and flood the historic pier completely. #flooding #Flood #ocean @WBUR @AP #Cyclonebomb #Cyclone #ClimateCrisis pic.twitter.com/rXzT2AWkUR
— Brooks Payne (@brooksbos) December 23, 2022
યુનાઇટેડ સ્ટેટ્સમાં એક મિલિયનથી વધુ લોકો હાલમાં બ્લેકઆઉટ અને પાવર આઉટેજનો અનુભવ કરી રહ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં 1.4 મિલિયનથી વધુ ઘરો અને વ્યવસાયો વીજળી વિના છે, જ્યારે ભારે હવામાનને કારણે 3 હજારથી વધુ ફ્લાઇટ્સ ગ્રાઉન્ડ પર રહી ગઈ છે. એકલા ઉત્તર કેરોલિનાએ 181,000થી વધુ આઉટેજનો સામનો કરવો પડ્યો છે.

શુક્રવારે ચક્રવાતને કારણે મૃત્યુઆંક વધીને 13 થયો હતો, સ્કાય ન્યૂઝ દ્વારા અહેવાલ છે. અગાઉ, હવામાન સંબંધિત ઘટનાઓમાં નવ લોકોના મોત થયા હતા અને હવે ઓહાયોમાં કાર અકસ્માતમાં વધુ ચારના મોત થયા છે. રાજ્યના ગવર્નરના જણાવ્યા અનુસાર, રસ્તાની હાલની સ્થિતિ ઓહિયોના લોકો માટે જોખમી છે. તેમણે લોકોને ઘરની અંદર રહેવા અને સતર્ક રહેવા વિનંતી કરી છે.