ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સંસદમાં સંભલ અને અદાણી મુદ્દે વિપક્ષે ફરી કર્યો હંગામો

Text To Speech

નવી દિલ્હી, તા. 28 નવેમ્બર, 2024: સંસદના શિયાળુ સત્રનો આજે ચોથો દિવસ છે. વિપક્ષોએ ફરીથી સંભલ અને અદાણી લાંચ કૌભાંડને લઈને હોબાળો મચાવ્યો હતો. જેને લઈ લોકસભાને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. કોંગ્રેસ સાંસદ રણદીપ સુરજેવાલાએ અદાણી મુદ્દે ચર્ચા કરવા નિયમ 267 અંતર્ગત રાજ્યસભામાં બિઝનેસ સસ્પેંશન નોટિસ આપી છે.


પ્રિયંકા ગાંધીએ લીધા શપથ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકસભામાં શપથ ગ્રહણ કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ પોતાના હાથમાં બંધારણની નકલ લઈને શપથ લીધા હતા. તેમના પતિ રોબર્ટ વાડ્રા, પુત્ર રેહાન વાડ્રા અને પુત્રી મિરાયા વાડ્રા પણ ગૃહમાં હાજર રહ્યા હતા અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.


રાજ્યસભામાં પણ સ્થગિત

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ અદાણી મુદ્દે ચર્ચાની માંગ કરી હતી. રાજ્યસભાની કાર્યવાહી પણ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.


આ પણ વાંચોઃ ઉત્તર ક્રિયામાં જમવું પાપ છે? ગરુડ પુરાણ અને ગીતામાં શું લખ્યું છે?

Back to top button