ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

રાજ્યમાં ઠંડી આવશે વહેલી, આગામી 10 દિવસમાં શિતલહેર માટે તૈયાર રહેવા હવામાન વિભાગની આગાહી

Text To Speech

રાજ્યમાં બેવડી ઋતુના અહેસાસ વચ્ચે હવે શિયાળાની ટુક જ સમયમાં શરુઆત થવા જઈ રહી છે. ત્યારે અત્યારથી સવારના સમયે ઠંડીનો એહસાસ થઈ રહ્યો છે. તેમજ બપોર થતા ગરમી લાગવા લાગે છે. ત્યારે રાજ્યમાં શિયાળાના આગમનને લઈને હવામાન વિભાગે અનુમાન લગાવ્યુ છે કે નવેમ્બરના પહેલા સપ્તાહથી ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જશે.

આ તારીખથી ગુજરાતમાં પડશે ઠંડી

હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત પરથી પસાર થશે. જેના કારણે તારીખ 4-5 નવેમ્બરથી ગુજરાતમાં હળવી ઠંડી શરૂ થઈ જશે. અત્યારે ગુજરાતમાં 32થી 37 ડીગ્રી સુધી તાપમાન જોવા મળે છે, પરંતુ 5 નવેમ્બરથી તાપમાન 30 ડીગ્રી સુધી આવી જશે. અને એક સપ્તાહમાં તાપમાનમાં ઘટાડો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆતના કારણે ગુજરાતમાં શિયાળાની રેગ્યુલર ઠંડીની શરૂઆત થઈ જશે. ઠંડી આ વર્ષે 10 દિવસ વહેલા શરૂ થઈ જવાનું અનુમાન છે.

આ વર્ષે ગુજરાતમાં ઠંડીની વહેલી શરુઆત

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નવેમ્બર મહિનાની 5થી 20 નવેમ્બર દરમિયાન શરુ થઈ જાય છે. ત્યારે ચાલુ વર્ષે વહેલી શરૂઆત થઈ જશેની હવામાન વિભાગે આગાહિ કરી છે. હળવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 30થી 31 ઓક્ટોબરના પસાર થઈ જશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આખા શિયાળા દરમિયાન ઉત્તર ભારત પરથી પસાર થાય છે. જેના કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતી હોય છે અને શિયાળા દરમિયાન ઉત્તર તરફથી પવન ગુજરાત તરફ આવે છે. ઠંડા અને સુકા પવન આવવાના કારણે તાપમાન ઘટે છે અને ઠંડીનો અનુભવ થાય છે.

ઉત્તર તરફના સીધા પવન ગુજરાત તરફ આવતા હોવાના કારણે કડકડતી ઠંડી પડવા લાગે છે. ત્યારે આ વર્ષે નવેમ્બરની શરૂઆતથી ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જશે. ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડશે. જોકે, 10 દિવસ વહેલા ઠંડીની શરૂઆત થવાની પણ આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: રાજ્યમાં ઠંડીના વાતાવરણ વચ્ચે બે દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારમાં પડશે વરસાદ

Back to top button