100 રોગની એક દવા છે આ સુપરફૂડ, જાણો તેના ફાયદા
Amla Benefits: શિયાળો આવતાં જ માર્કેટમાં વિવિધ પ્રકારના આમળા આવવા લાગે છે. જેમાં બનારસી આમળા શ્રેષ્ઠ માનવામાં આવે છે. આમળા અનેક ઔષધીય ગુણોથી ભરપૂર હોવાથી તેને સુપરફૂડ માનવામાં આવે છે. આમળાને વિટામિન સીનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. આમળામાં માત્ર વિટામિન સી જ નહીં પરંતુ વિટામિન એ, બી, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન, કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર જેવા ગુણો હોય છે. જે શરીરને અનેક લાભ પહોંચાડવામાં મદદગાર છે.
આમળાનો મુરબ્બોઃ તમે આમળાનો મુરબ્બો જમવામાં લઈ શકો છે. તે માત્ર જમવાનો સ્વાદ જ નથી વધારતો પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઘણા લોકા શિયાળામાં આમળાનું અથાણું પણ બનાવીને તેને ઉપયોગમાં લે છે.
આમળાની ચટણીઃ આમળાની ચટણી ન માત્ર જમવાનો સ્વાદ વધારવાનું કામ કરે છે પરંતુ શરીરને અનેક લાભ પણ પહોંચાડે છે.
આમળાનું જ્યૂસઃ દરોરજ સવારે આમળાના જ્યૂસનું સેવન કરવાથી શરીરને અનેક લાભ પહોંચી શકે છે. આ જ્યૂસ અનેક પ્રકારે શરીરને મદદ કરે છે.
આ ઉપરાંત દરરોજ આમળાનું સેવન કરવાથી શરીરને ઘણા લાભ થાય છે. આમળામાં રહેલા ગુણો આંખની રોશની વધારવા, પાચનને શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરે છે. ઉપરાંત નબળી ઈમ્યુનિટીને મજબૂત બનાવવામાં પણ મદદગાર છે. એટલું જ નહીં આમળામાં મોટા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. તેના સેવનથી ઓસ્ટ્રોપોરોસિસ, આર્થરાઈટિસ અને સાંધાના દર્દમાં પણ રાહત મળે છે.
ડીસ્કેલમરઃ અહીં આપવામાં આવેલી જાણકારી માત્ર માહિતી માટે જ છે. કોઈપણ માહિતીનો અમલ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ જરૂર લો. એચડી ન્યૂઝ આ જાણકારીનું પુષ્ટિ કરતું નથી.