ગુજરાતમાં શિયાળાની એન્ટ્રી? હવામાન વિભાગ અને નિષ્ણાંતે કરી આ આગાહી
સમગ્ર ગુજરાતમાં મંગળવારે સવારથી શરૂ થયેલાં ઠંડા પવનોને કારણે તાપમાન સામાન્ય કરતાં 0.4 ડિગ્રી જેવું ઘટ્યું હતું. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનની દિશા બદલાઇ છે. જેની અસરોથી રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો અનુભવાઇ રહ્યો છે. મંગળવારની રાતથી ઠંડીનો ચમકારો વધ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી બે દિવસ દરમિયાન તાપમાનમાં ઘટાડો થતાં ક્રમશ ઠંડી વધશે. આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનાં જણાવ્યા પ્રમાણે, 5 થી 8 નવેમ્બર સુધીમાં તાપમાનમાં ઘટાડો થશે અને હવામાનમાં પલટો આવશે.
આ પણ વાંચો: Birthday Special : શાહરૂખ કેવી રીતે બન્યો ‘કિંગ’ખાન ?
હવામાન વિભાગની આગાહી
હવામાનની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી બે દિવસમાં ઠંડીનો પારો 2 ડિગ્રી સુધી ઓછો થઇ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી કાશ્મીર ઉપરાંત હિમાલયના બર્ફીલા પવનનું જોર વધવાની શક્યતા છે. મંગળવારે સવારથી શરૂ થયેલાં ઠંડા પવનોને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 0.4 ડિગ્રી ઘટીને 34.7 તેમજ લઘુતમ તાપમાન 1.7 ડિગ્રી ગગડીને 17.2 ડિગ્રી થયું હતુ. આ ઉપરાંત ગાંધીનગરમાં 14.3 ડિગ્રી, નલિયામાં 16.3 ડિગ્રી, વડોદરા અને કંડલામાં 17.5 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયુ હતુ.
હવામાન નિષ્ણાંતની આગાહી
હવામાન નિષ્ણાંતઅંબાલાલ પટેલે પણ ઠંડીની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યું છે કે, રાજ્યના ભાગોમાં ગરમી પડી રહી છે. ધીમે ધીમે ગરમી ઘટવાની શક્યતા છે નવેમ્બરની શરૂઆતમાં હિમવર્ષા થવાની શક્યતા છે. ધીમે ધીમે હિમવર્ષા વધવાની શક્યતા છે. જેના લીધે દેશના ઉત્તર પર્વતીય પ્રદેશો સહિત પંજાબ, હરિયાણા, દિલ્હીના ક્ષેત્રોમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે. જેના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં હવામાનમાં પરિવર્તન થવાની શક્યતાઓ છે.
વરસાદની પણ શક્યતા
આ સાથે તેમણે જણાવ્યુ હતુ કે, પૂર્વ ભારતમાં ભારે વરસાદની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં હવામાં હળવું દબાણ સર્જાશે 18 અને 19 નવેમ્બરના ચક્રવાતની સંભાવના સંખ્યામાં વધારો થશે. આ ચક્રવાતો દક્ષિણ પૂર્વીય ભાગો મારફાડ રહેશે. ચક્રવાતોની અસર દક્ષિણ ભારતમાં થશે અરબી સમુદ્રમાં પણ અસર થશે. જેના લીધે ડિસેમ્બરની શરૂઆતમાં હવામાનમાં પરિવર્તન આવશે. ડિસેમ્બરની શરૂઆતમાં ધુમમ્સનું પ્રમાણ પણ વધુ રહેશે. 22 ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધશે.