- આવતીકાલથી લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી નીચે પડી શકે છે
- 3 દિવસ બેવડી ઋતુની અસર રહેશે
- ધીમે-ધીમે ગાત્રો થીજવતી ઠંડી આવશે
ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. જેમાં અંબાલાલ પટેલે કડકડતી ઠંડી અંગેની આગાહી કરી છે. ત્યારે રાજ્યમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત થઇ છે. ઠંડીની વાત કરીએ તો 22 ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. ભારે હિમવર્ષાને કારણે ઠંડી પડશે. ધીમે-ધીમે ગાત્રો થીજવતી ઠંડી આવશે.
3 દિવસ બેવડી ઋતુની અસર રહેશે
3 દિવસ બેવડી ઋતુની અસર રહેશે. રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું છે કે રાત્રે લઘુતમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું છે. ગઈકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું હતુ. આવતા સપ્તાહથી ઠંડીનું જોર વધશે. અંબાલાલ પટેલે ક્યારથી કડકડતી ઠંડી પડશે તે અંગે જણાવતા કહ્યુ કે જાન્યુઆરી મહિનામાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. ફેબ્રઆરીની શરૂઆતમાં તો વધારે ઠંડી પડવાની શક્યતા રહેશે. ઉત્તરીય પ્રદેશોમાં ભારેથી અતિભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે. દેશના કેટલાક ભાગોમાં તો રેકોર્ડતોડ હવામાનની સંભાવના રહેશે.
આવતીકાલથી લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી નીચે પડી શકે છે
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પણ છે કે શહેરોમાં ઠંડીનું જોર વધશે. આવતીકાલથી લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી નીચે પડી શકે છે, લઘુતમ તાપમાન 2 ડિગ્રી ઘટતા રાજ્યમાં ઠંડીનું જોર વધશે. એટલું જ નહીં પણ આવનારા દિવસોમાં તાપમાનમાં વધુ ઘટ નોંધાઇ શકે છે.
સામાન્ય રીતે આપણે ઠંડક અનુભવી રહ્યા છીએ
સામાન્ય રીતે આપણે ઠંડક અનુભવી રહ્યા છીએ. રાત્રે ઠંડી લાગે છે અને દિવસે ગરમી લાગે છે. શરદ પૂર્ણિમામાં પણ આવું જ વાતાવરણ રહેવાની સંભાવના છે. તેમણે એમ પણ જણાવ્યુ કે, હાલ ટ્રાન્ઝિશન મહિનો છે. ચોમાસા અને ઠંડીની વચ્ચે ઓક્ટોબર-નવેમ્બર ટ્રાન્ઝિશન મહિનો રહે છે. તેને આપણે સાયક્લોન મહિનો પણ કહીએ છે. મોટાભાગે આ બે મહિના દરમિયાન અરબ સાગર અને બંગાળની ખાડીમાં સાયક્લોન બનતા હોય છે. આ સમયગાળા દરમિયાન રાત્રે ઠંડક અનુભવાય છે અને દિવસે ગરમી લાગે છે.