ટ્રેન્ડિંગવર્લ્ડસ્પોર્ટસ

વિમ્બલડન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશિપમાં આ વર્ષે 465 કરોડના ઈનામોની થશે વણઝાર

Text To Speech

ટેનિસની સિઝનની ત્રીજી અને ગ્રાસ કોર્ટ પર રમાતી સૌથી જૂની વિમ્બલડન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશિપમાં આ વર્ષે કુલ મળીને રૃપિયા 465 કરોડના રોકડ ઈનામની વહેંચણી કરવામાં આવશે. વિમ્બલડનની આયોજક એવી ઓલ ઈંગ્લેન્ડ કલબે જાહેરાત કરી છે કે, આ વર્ષે મેન્સ સિંગલ્સના ચેમ્પિયન ખેલાડીને આશરે રૃપિયા 25 કરોડની ઈનામી રકમ ચૂકવવામાં આવશે. બ્રિટિશ પાઉન્ડમાં આ રકમ 23.5 લાખની રહેશે.

રશિયા અને બેલારુસ પર હટાવાયો પ્રતિબંધ

યુક્રેન પર રશિયા અને બેલારુસે કરેલા હુમલાનો ભારે વિરોધ થયો હતો. જેના પગલે ગત વર્ષે વિમ્બલડનના આયોજકોએ રશિયા અને બેલારૃસના ખેલાડીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ બંને દેશના ખેલાડીઓ ગત વર્ષે વિમ્બલડન રમી શક્યા નહતા. જોકે હવે તે પ્રતિબંધ હટાવી લેવાયો છે અને આ બંને દેશના ખેલાડીઓ આ વર્ષે વિમ્બલડનમાં રમતા જોવા મળશે.

3જી જુલાઈથી વિમ્બલડન ગ્રાન્ડ સ્લેમનો પ્રારંભ થશે

ઓલ ઈંગ્લેન્ડ કલબના ગ્રાસ કોર્ટ પર તારીખ 3જી જુલાઈથી વિમ્બલડન ગ્રાન્ડ સ્લેમનો પ્રારંભ થશે. આયોજકોએ મેન્સ અને વિમેન્સ સિંગલ્સના વિજેતાની ઈનામી રકમમાં 17.5 ટકાનો વધારો કર્યો છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે, વિમ્બલડનમાં મેન્સ કે વિમેન્સ સિંગલ્સમાં પહેલા જ રાઉન્ડમાં હારનારા ખેલાડીને આશરે 60 લાખ રૃપિયા રકમ એનાયત કરાશે.

આ પણ વાંચો: Asia Cup 2023: 31 ઓગસ્ટથી શરૂ થશે એશિયા કપ, જાણો- ક્યાં રમાશે મેચો

 

Back to top button