ટોપ ન્યૂઝનેશનલબિઝનેસ

વિલફુલ ડિફોલ્ટર્સે આ મોટી બેંકો સાથે રૂ. 88,435 કરોડની કરી છેતરપિંડી !

Text To Speech

ઘણી મોટી સરકારી અને ખાનગી ક્ષેત્રની બેંકો લોનના માધ્યમથી કંપનીઓ અને લોકોને તેમનો વ્યવસાય વધારવામાં મદદ કરે છે. પરંતુ આમાંના ઘણા લોકો જાણી જોઈને બેંક લોન પરત કરતાં નથી. આવા લોકોને વિલફુલ ડિફોલ્ટર કહેવામાં આવે છે. મનીસેન્ટરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ દેશની મોટી બેંકો સાથે આ વર્ષે 88,435 કરોડ રૂપિયાની ડિફોલ્ટરોએ છેતરપિંડી કરી છે. ગયા વર્ષની વાત કરવામાં આવે તો આ આંકડો 75,294 રૂપિયા હતો. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે બેંકોના વિલફુલ ડિફોલ્ટરોની સંખ્યામાં વધારો થયો છે. રિપોર્ટ મુજબ વિલફુલ ડિફોલ્ટરોએ ઘણી સરકારી બેંકો તેમજ ખાનગી બેંકો સાથે છેતરપિંડી કરી છે. પંજાબ નેશનલ બેંક, HDFC બેંક, બેંક ઓફ બરોડા, IDBI બેંક જેવી ઘણી સરકારી અને ખાનગી બેંકોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : મેહુલ ચોકસીને આંતરરાષ્ટ્રીય ઇન્ટરપોલે આપી મોટી રાહત, જાણો શું ?
બેંક - Humdekhengenewsવિલફુલ ડિફોલ્ટર્સ એવા લોકોને કહેવામાં આવે છે જેઓ સક્ષમ હોવા છતાં લોનની EMI ચૂકવતા નથી. ડિસેમ્બર 2022 સુધીમાં, ટ્રાન્સયુનિયન CIBIL મુજબ જાણીજોઈને પૈસા ન ચુકવ્યા હોય તેવામાં PNBને રૂ. 38,712 કરોડનું દેવું છે. જ્યારે બેંક ઓફ બરોડાને જાન્યુઆરી 2023 સુધી કુલ રૂ. 38,009 કરોડ બાકી છે. ગયા વર્ષે આ આંકડો રૂ. 24,404 કરોડ હતો જે હવે વધીને રૂ. 38,000 કરોડ થયો છે. એટલે કે ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંક પર રૂ. 1171 કરોડનું દેવું છે જે ગયા વર્ષના અંત સુધીમાં રૂ. 9,007 કરોડ થયું હતું. IDBI બેંકની ફેબ્રુઆરી 2023 સુધી કુલ રૂ. 26,400 કરોડની લોન બાકી છે.

ટોપ ડિફોલ્ટર્સ 2023 

  • Gitanjali Gems: 7,848 Cr.
  • Ira Infra: 5,879 Cr.
  • REI Agro: 4,803 Cr.
  • ABG Shipyard: 3,708 Cr.
  • Winsome Diamonds: 2,931 Cr.
  • Rotomac Global: 2,893 Cr.

Back to top button