ભારતમાં ટિકટોકની જેમ યુટ્યુબ પણ બંધ થઈ જશે? સરકારે આપી નોટિસ
નવી દિલ્હી, 13 જાન્યુઆરી : Youtube India સામે મોટી કાર્યવાહી થઈ શકે છે. કારણ કે NCPCR એ બાળ અધિકારો જાળવવા માટે YouTube ને નોટિસ મોકલી છે. તેના કન્ટેન્ટને લઈને યુટ્યુબ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જો કે હજુ સુધી આ મેઈલનો યુટ્યુબ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
ભારતમાં નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) દ્વારા યુટ્યુબના પબ્લિક પોલિસી અને સરકારી અફેર્સ વડા મીરા ચટને નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે YouTube ચાઇલ્ડ સેક્સ્યુઅલ અબ્યુઝ મટિરિયલ (CSAM)ને રોકવામાં નિષ્ફળ રહ્યું છે. આ ઉપરાંત, બાળકો સંબંધિત અન્ય સામગ્રી પર પ્રતિબંધ ન મૂકવા માટે પણ તેને દોષીત ઠેહરાવવામાં આવ્યા છે.
એનસીપીસીઆરના વડા પ્રિયંક કાનૂન્ગો દ્વારા 10 જાન્યુઆરીના મીરાને ઓફિસમાં હાજર થવા માટે એક પત્ર જારી કરવામાં આવ્યો હતો. જો તે હાજર નહીં થાય તો યુટ્યુબ સામે કાયદાકીય રીતે કડક કાર્યવાહી થઈ શકે છે.
બાળકોના અધિકારો માટે કામ કરતી સંસ્થાએ મીરા ચેટને એવી ચેનલોની યાદી રજૂ કરવા કહ્યું છે જે બાળકો વિરુદ્ધની વાંધાજનક કન્ટેન્ટ બનાવે છે. આવી ચેનલો સામે સતત કાર્યવાહી કરવામાં આવે જ છે. પરંતુ યાદી બહાર આવ્યા બાદ યુટ્યુબને તેની સામે કડક કાર્યવાહી કરવા માટે કહેવામાં આવી શકે છે.
દરમિયાન, મહારાષ્ટ્ર પોલીસના સાયબર સેલે યુટ્યુબ ઈન્ડિયાના અધિકારીઓ અને બાળકો વિરુદ્ધ વાંધાજનક કન્ટેન્ટ બનાવતી કેટલીક ચેનલો વિરુદ્ધ FIR નોંધી છે. NCPCRની નોટિસ બાદ આ FIR નોંધવામાં આવી છે. આવી સ્થિતિમાં યુટ્યુબને કાયદાકીય કાર્યવાહીનો સામનો પણ કરવો પડી શકે છે. જો કે, અત્યાર સુધી યુટ્યુબ ઈન્ડિયા દ્વારા મેઈલનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
આ મુદ્દે નિષ્ણાતોએ કહ્યું કે, બાળકો સંબંધિત વાંધાજનક કન્ટેન્ટ પર પ્રતિબંધ છે. IT નિયમો 3(1)(b) હેઠળ આવી સામગ્રી રજૂ કરવા સામે પગલાં લઈ શકાય છે. આવી સ્થિતિમાં યુટ્યુબે આવા કન્ટેન્ટને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
આ પણ વાંચો : વાયરલ વીડિયોઃ સારું છે હું ભણેલો નથી, નહિ તો હું પણ… જુઓ વીડિયો