શું Google સર્ચ માટે પૈસા ચૂકવવા પડશે? કંપની ટૂંક સમયમાં કરશે ફેરફાર
- Googleને પોતાની આવકનો મોટો હિસ્સો સર્ચ સર્વિસ પરથી પ્રાપ્ત થાય છે
HD ન્યૂઝ ડેસ્ક, 5 એપ્રિલ: અત્યાર સુધી બધા ગૂગલ સર્ચ(Google Search) ફ્રીમાં ઉપયોગ કરે છે, પરંતુ હવે કંપની તેનો બીજો પ્લાન બનાવી રહી છે. એટલે કે કંપની તેને પેઇડ સર્વિસ(paid service) તરીકે શરૂ કરવા માટે વિચાર કરી રહી છે. જો કે, કંપનીએ હજુ સુધી આ અપડેટ વિશે કોઈ માહિતી આપી નથી. માનવામાં આવે છે કે આ અપડેટ પછી ગૂગલ સર્ચના કેટલાક ફીચર્સ માટે પૈસા ચૂકવવા પડી શકે છે. ગૂગલ મોટી તૈયારમાં લાગેલું છે. અત્યાર સુધી કંપનીએ સર્ચ સર્વિસને ફ્રી રાખી છે, જ્યાંથી કંપનીને રેવેન્યુનો મોટો હિસ્સો આવે છે. જો કે, હવે કંપની તેની પોલિસીમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે. કંપની ‘પ્રીમિયમ’ ફીચર્સને લોન્ચ કરવાનો વિચાર કરી રહી છે. ‘Premium’ ફીચર્સ કંઈક અલગ નહીં,પરંતુ જનરેટિવ AIથી આવનારૂ રીઝલ્ટ્સ હશે.
થોડા સમય પહેલા, કંપનીએ પ્રાયોગિક ધોરણે જનરેટિવ AIનું સ્નેપશોટ ફીચર ગૂગલ સર્ચ સાથે લોન્ચ કર્યું હતું. આ ફીચરની મદદથી AI યુઝર્સને સર્ચ રિઝલ્ટની ઉપર સર્ચ કરેલા વિષય વિશે બતાવવામાં આવે છે. AIએ વપરાશકર્તાઓને શોધેલા વિષયનો સારાંશ બતાવે છે. જોકે, હવે કંપની આમાં ફેરફાર કરવા ઈચ્છે છે. ફાઈનાન્શિયલ ટાઈમ્સે પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે. જો ગૂગલ આવું કંઈક કરે છે, તો તે પ્રથમ વખત હશે જ્યારે કંપની તેના સર્ચ એન્જિનને ચાર્જ કરશે અથવા પેઇડ કરશે.
શું ChatGPTએ રમતને બગાડી છે?
કંપની ગૂગલ સર્ચથી ઘણી કમાણી કરે છે, પરંતુ ChatGPT આવ્યા બાદ કંપનીને તેના બિઝનેસ પર ખતરો ઊભો થયો છે. આ પ્લેટફોર્મ લોન્ચ થયાને લગભગ દોઢ વર્ષ થઈ ગયું છે અને હવે કંપની તેના બિઝનેસ મોડલમાં મોટા ફેરફારની વિચારણા કરી રહી છે. આ દર્શાવે છે કે, કંપનીએ AIને લઈને કઈ દિશામાં વિચારી રહી છે. Google એવા વિકલ્પોની શોધ કરી રહ્યું છે કે, જેના દ્વારા AI સુવિધાઓને પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન્સ સાથે જોડી શકાય. કંપની પહેલેથી જ Gmail અને Docs સાથે Gemini AI આસિસ્ટન્ટનું ફીચર ઓફર કરી રહી છે. આ મામલા સાથે જોડાયેલા ત્રણ લોકોને ટાંકીને આ જાણકારી આપવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર, એન્જિનિયરો આ ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે, પરંતુ કંપનીના અધિકારીઓએ હજુ સુધી તેના પર અંતિમ નિર્ણય લીધો નથી. જોકે, કંપનીનું પરંપરાગત સર્ચ એન્જિન પહેલાની જેમ જ ફ્રી રહેશે. કંપની સબસ્ક્રાઇબર્સને જાહેરાતો બતાવવાનું પણ વિચારી રહી છે. આ પ્રથમ વખત છે જ્યારે કંપની તેની સેવાને પેઇડ બનાવવા પર વિચાર કરી રહી છે.
કંપનીને google સર્ચમાંથી થાય છે મોટી આવક
ઉલ્લેખનીય છે કે, ગૂગલે ગયા વર્ષે સર્ચ અને સર્ચ સંબંધિત જાહેરાતોની મદદથી 175 અબજ ડોલરની કમાણી કરી હતી. આ સંખ્યા કંપનીની કુલ કમાણીના અડધાથી વધુ છે. આ જ કારણ છે કે, કંપની પોતાની સર્ચ સર્વિસ દ્વારા આવતા પૈસા બચાવવા પર વિચાર કરી રહી છે. ChatGPTની શરૂઆતથી, આ પ્લેટફોર્મ Google માટે એક પડકાર બની ગયું છે કારણ કે ChatGPT ઘણા પ્રશ્નોના સચોટ અને ઝડપથી જવાબ આપે છે. આવી સ્થિતિમાં, લોકો ગૂગલ પર સર્ચ કરવાનું બંધ કરી શકે છે, જે કંપનીનો સૌથી મોટો ડર છે. ગૂગલે ગયા વર્ષે મે મહિનામાં AI સંચાલિત સર્ચ એન્જિન પર કામ શરૂ કર્યું હતું. જો કે, બ્રાન્ડ મુખ્ય સર્ચ એન્જિન પર આ પ્રાયોગિક સુવિધા ઉમેરવા માંગતી નથી.
Google આવા સર્ચ પરિણામો પ્રદાન કરવા માટે ઘણાં સંસાધન ખર્ચ કરશે. પરંપરાગત પદ્ધતિઓની તુલનામાં, જનરેટિવ AI પ્રતિસાદ માટે Google તરફથી વધુ કોમ્પ્યુટર સંસાધનોની જરૂર પડશે. આ જ કારણ છે કે, કંપની તેને માત્ર પસંદગીના યુઝર્સને જ ઓફર કરવા માંગે છે. કંપની તેને Google Oneના સબ્સ્ક્રાઇબર્સને ઑફર કરી શકે છે.
આ પણ જુઓ: એલેક્સા, કૂતરો ભસવાનો અવાજ કર…અને આમ 13 વર્ષની કિશોરીએ એક બાળકીનું જીવન બચાવ્યું