ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શું દરિયામાં 60 ફૂટ નીચે પણ થશે મતદાન? ચૂંટણીપંચે વીડિયો જારી કર્યો

Text To Speech
  • ચૂંટણીપંચ મતદારોને મતદાન અંગે જાગૃત કરવામાં કોઈ કસર છોડી રહી નથી

નવી દિલ્હી, 12 એપ્રિલ: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભારતીય ચૂંટણીપંચ મતદારોને મતદાન અંગે જાગૃત કરવામાં કોઈ કસર છોડી રહી નથી. ત્યારે ચૂંટણીપંચ દ્વારા મતદાન જાગૃતિ માટે એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. ચૂંટણીપંચ દ્વારા અત્યાર સુધી શાળાઓ, સામુદાયિક કેન્દ્રો, સોસાયટીઓ વગેરેમાં મતદાન અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવતું હતું, પરંતુ કદાચ આ પહેલીવાર બન્યું છે જ્યારે હવે દરિયામાં 60 ફૂટ નીચેથી લોકોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે. ચેન્નાઈના નીલાંકરઈમાં સ્કુબા ડાઈવર્સ દ્વારા મતદારોમાં જાગૃતિ લાવવા માટે દરિયામાં 60 ફૂટે ઊંડે જઈને મતદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવવામાં આવી હતી. જેનો વીડિયો ચૂંટણીપંચે પણ ટ્વીટ કર્યો છે. વીડિયો જાહેર કરતાં ચૂંટણીપંચે લખ્યું છે કે, “મતદાન જાગૃતિની એક અનોખી પહેલમાં, ચેન્નાઈમાં સ્કુબા ડાઈવર્સે નીલાંકરઈ ખાતે સમુદ્રમાં 60 ફૂટ પાણીની અંદર મતદાન પ્રક્રિયા હાથ ધરી.”

જૂઓ વીડિયો અહીં…

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા 

ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં 19 એપ્રિલથી લોકસભાની ચૂંટણી શરૂ થઈ રહી છે. જેનું પરિણામ 4 જૂન, 2024ના રોજ જાહેર કરવામાં આવશે. મહત્ત્વનું એ છે કે, 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂને પૂરો થશે. દેશમાં લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે, બીજા તબક્કાનું 26 એપ્રિલે, ત્રીજા તબક્કાનું 7 મેના રોજ, ચોથા તબક્કાનું 13 મેના રોજ, પાંચમા તબક્કાનું 20 મેના રોજ, છઠ્ઠા તબક્કાનું 18 મેના રોજ અને સાતમા તબક્કાનું 1 જૂનના રોજ મતદાન યોજાશે.

લોકસભા ચૂંટણીની સાથે-સાથે ડીસા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં 19 એપ્રિલે મતદાન થશે. આંધ્રપ્રદેશમાં 13 મેના રોજ મતદાન થશે. ઓડિશામાં ચાર તબક્કામાં 13 મે, 20 મે, 25 મે અને 1 જૂને ચૂંટણી યોજાશે.

આ પણ જુઓ: ગુજરાત સહિત લોકસભાની 94 બેઠકો પર ત્રીજા તબક્કાના મતદાન માટે આજે જાહેર થશે ચૂંટણી નોટિફિકેશન

Back to top button