ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

શપથ પૂર્વે ટ્રમ્પ જેલમાં જશે? પોર્ન સ્ટાર કેસમાં સજા ઉપર સ્ટે માટે SC પહોંચ્યા

વોશિંગ્ટન, 9 જાન્યુઆરી : અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ન્યૂયોર્ક કોર્ટમાં તેમની સામેની સજાની જાહેરાતને રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.  ન્યૂયોર્કની કોર્ટમાં જજ જુઆન એમ.માર્ચન પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ચૂપ રહેવા માટે ગેરકાયદેસર રીતે પૈસા ચૂકવવાના કેસમાં ટ્રમ્પ માટે સજાની જાહેરાત કરવાના છે.

ટ્રમ્પને મે 2024માં આ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા

મંગળવારે, ટ્રમ્પના વકીલોએ અપીલ કોર્ટ દ્વારા સજાની જાહેરાત પર સ્ટે મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ત્યાં સફળ થયા ન હતા. જજ મર્ચને મે 2024માં ટ્રમ્પના પોર્ન સ્ટાર સાથેના સંબંધોના આધારે આ કેસમાં ટ્રમ્પને દોષી ઠેરવ્યા હતા.

પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે 2016ની ચૂંટણી પહેલા $130,000 ચૂકવવામાં આવ્યા હતા. ટ્રમ્પ એ ચૂંટણી જીત્યા હતા. ડેનિયલ્સનું કહેવું છે કે તેણી અને ટ્રમ્પ વચ્ચે 2006માં સંબંધ હતો. ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ ટ્રમ્પ હવે આ કેસમાં સજાની જાહેરાતને મોકૂફ રાખવા માંગે છે. 20 જાન્યુઆરીએ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે અને તે પછી તેમની સામેના મામલાઓ પર આપમેળે રોક લાગી જશે.

સુપ્રીમ કોર્ટે ન્યૂયોર્ક કોર્ટ પાસેથી જવાબ માંગ્યો

સુપ્રીમ કોર્ટે ટ્રમ્પની તાજેતરની અરજી પર ન્યૂયોર્ક કોર્ટ પાસેથી જવાબ માંગ્યો છે. આ મામલે ગુરુવારે સુનાવણી થઈ શકે છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ટ્રમ્પના વકીલોએ કહ્યું છે કે મોટા અન્યાય અને રાષ્ટ્રપતિ પદની ગરિમાને નુકસાન પહોંચાડતા નિર્ણયને રોકવા માટે તાત્કાલિક આદેશ આપવામાં આવે.

ટ્રમ્પના પ્રવક્તા સ્ટીવન ચ્યુંગે આ કેસને ફગાવી દેવાની માંગ કરી છે. દરમિયાન, ન્યાયાધીશ મર્ચને સંકેત આપ્યો છે કે તેઓ ચૂંટાયેલા રાષ્ટ્રપતિને જેલની સજા અથવા દંડ લાદવાના નથી અથવા અન્ય કોઈ કડક સજા લાદવાના નથી.

ન્યૂયોર્કની એપેલેટ કોર્ટે ટ્રમ્પને ઝટકો આપ્યો છે

ન્યૂયોર્કની એપેલેટ કોર્ટે મંગળવારે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અરજી ફગાવી દીધી હતી. ટ્રમ્પે એપેલેટ કોર્ટને પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે પૈસા ચૂકવવાના મામલામાં તેની સજા પર રોક લગાવવા વિનંતી કરી હતી.  આ કેસમાં ટ્રમ્પને દોષિત ઠેરવવામાં આવ્યા છે.

ટ્રાયલ કોર્ટના નિર્ણયને રોકવાનો ટ્રમ્પનો આ છેલ્લો પ્રયાસ હતો. સ્ટેટ એપેલેટ કોર્ટમાંથી રાહત ન મળ્યા બાદ ટ્રમ્પને હવે પદના શપથ લેવાના 10 દિવસ પહેલા એટલે કે 10 જાન્યુઆરીએ સજા સંભળાવવામાં આવશે, જોકે ટ્રાયલ જજે સંકેત આપ્યા છે કે ટ્રમ્પને જેલની સજા નહીં થાય.

આ પણ વાંચો :- લોસ એન્જલસના જંગલોમાં ભીષણ આગ, હોલીવુડ સ્ટાર્સ સહિત અનેકના ઘરો ખાખ

Back to top button