ટ્રેન્ડિંગધર્મ

પિતૃપક્ષની અમાસ પર લાગશે સૂર્ય ગ્રહણ, સૂતક કાળ લાગશે કે નહીં?

Text To Speech
  • આ વર્ષે પિતૃપક્ષની અમાસ એટલે કે 2 ઓક્ટોબરનું સૂર્ય ગ્રહણ ભારતમાં ખાસ રહેશે કે નહીં? શું આ દિવસે સુતક લાગશે? તે ક્યાં ક્યાં દેખાશે અને શું સમય હશે?

HD ન્યુઝ ડેસ્કઃ આ વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ ઓક્ટોબરમાં થશે. આ સમય પિતૃ પક્ષનો હશે, જ્યારે છેલ્લું શ્રાદ્ધ એટલે કે સર્વ પિતૃ અમાસ થશે. આ વર્ષે શ્રાદ્ધ 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યા છે. પિતૃપક્ષની અમાસ શ્રાદ્ધનો છેલ્લો દિવસ છે. બીજા દિવસથી નવરાત્રિ શરૂ થાય છે. આ વર્ષે અમાસ એટલે કે 2 ઓક્ટોબરનું સૂર્ય ગ્રહણ ભારતમાં ખાસ રહેશે કે નહીં? શું આ દિવસે સુતક લાગશે? તે ક્યાં ક્યાં દેખાશે અને શું સમય હશે?

2 ઓક્ટોબરે સૂર્યગ્રહણ

આ દિવસે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થશે, પરંતુ ચંદ્ર સૂર્યની ડિસ્કને સંપૂર્ણપણે કવર નહીં કરે, તેથી આ  ગ્રહણ રિંગ ઓફ ફાયર જેવું દેખાશે. રાત્રે સૂર્ય એક ચમકતી રિંગ જેવો દેખાશે, તેથી તેને રિંગ ઓફ ફાયર કહેવામાં આવે છે.

પિતૃપક્ષની અમાસ પર લાગશે સૂર્ય ગ્રહણ, સૂતક કાળ લાગશે કે નહીં? hum dekhenge news

સૂર્યગ્રહણ અને સુતક કાળ ક્યારે અને ક્યાં જોવા મળશે?

સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી આ ગ્રહણને સુતક કાળ નહીં માનવામાં આવે. જ્યારે ગ્રહણ ભારતમાં દેખાતું નથી ત્યારે તેનો સુતક સમયગાળો પણ ગણાતો નથી. ભારતમાં આ ગ્રહણનું કોઈ ધાર્મિક મહત્ત્વ રહેશે નહીં. આ ગ્રહણ પર મંદિરોના દરવાજા પણ બંધ નહીં થાય. તેમણે એમ પણ કહ્યું કે આ ગ્રહણ સાથે સર્વ પિતૃ અમાસ પર જે રીતે શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે તે જ રીતે કરી શકાશે. નાસાના જણાવ્યા અનુસાર, આ ગ્રહણ દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિકા, પેસિફિક, એટલાન્ટિક મહાસાગર અને ઉત્તર અમેરિકામાં દેખાશે.

આ પણ વાંચોઃ ત્રણ પેઢીઓ માટે કરવામાં આવે છે શ્રાદ્ધ, જાણો પિતૃપક્ષની દરેક તિથિઓ

Back to top button