વડોદરાના હરણી બોટકાંડ મુદ્દે શું પીડિત પરિવારોને મળશે ન્યાય? આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
અમદાવાદ, 7 ફેબ્રુઆરી 2025 : હરણી બોટકાંડ મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથધરાશે. બોટકાંડમાં 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ થયા હતા. ઉલ્લેખનીય છે કે પીડિત પરિવારોએ રૂપિયા 5 કરોડના વળતરની માગ કરી છે સાથે સાથે ગુજરાત હાઈકોર્ટ પણ વળતર અંગે મોટો નિર્ણય લઈ શકે છે. પ્રાંત અધિકારી કોર્ટની સામે સોગંદનામાં સાથે રિપોર્ટ કરશે.
13 સભ્યોની બનાવી હતી કમિટી
આ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટના ચીફ જજ સુનિતા અગ્રવાલ તથા જજ અનિરૂદ્ધ માયીની બેંચ સમક્ષ સુઓમોટો પિટિશન ઉપર વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. સરકારે એવું પણ જણાવ્યું હતું કે, રાજ્યમાં પર્યટન પ્રવૃત્તિ પહેલા કરતા ઘણી વધી છે. સરકારે 19 ફેબ્રુઆરીએ ઠરાવ કરીને લોકોની સલામતી માટે એક હાઇ સ્તર કમિટીની રચના કરી હતી. જે ઈનલેન્ડ વોટર બોડીઝમાં બોટિંગ સહિતની જુદી જુદી પ્રવૃત્તિઓ માટે લીગલ ફ્રેમવર્ક, સર્ટિફિકેટ આપવાના નિયમો અને નિયમોના અમલીકરણ કરવા ઉપર કામ કરશે.
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.
દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.…
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 18, 2024
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
હરણી બોટ કેસમાં મોટો નિર્ણય
હાઇકોર્ટે દ્ધારા આ માટે વડોદરા કલેક્ટરને હરણી બોટ કાંડનો ભોગ બનેલા પીડિતોની તમામ વિગતો રજુ કરવા આદેશ કરાયો હતો. સમગ્ર ઘટનામાં પીડિતોની વિગત મળ્યા બાદ વળતરની રકમ કલેક્ટર દ્વારા નક્કી કરવામાં આવશે. કોટિયા પ્રોજેક્ટના માલિકોને આ રકમ ચૂકવવા માટે આદેશ કરાયો છે. તેમજ મોટર વ્હિકલ એક્ટ હેઠળ પરિવારજનોને વળતર ચૂકવવા માટે આદેશ પણ કરવામાં આવ્યો છે. 8 અઠવાડિયા પછી આ કેસની આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે. પીડીતોને મોટર વ્હીકલ એક્ટ મુજબ વળતરની ગણતરી કરવાની રહેશે આ બાબતે પીડિતોએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં પોતાની રજૂઆત પણ કરવાની રહેશે તથા સત્તા મંડળ દ્વારા વકીલ મારફતે નિયુક્ત અધિકારી સમક્ષ દરખાસ્ત પણ કરવામાં આવશે.
શું હતી ઘટના?
18 જાન્યુઆરીએ વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના બની હતી. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં બે શિક્ષક અને 13 બાળકોના મૃત્યુ થયા હતા.
એકને ટર્મિનેટ અને એક અધિકારીને સસ્પેન્ડ કરાયો હતો
બોટકાંડમાં ફ્યુચરએસ્ટિક સેલના એડિશનલ આસીટન્ટને મિતેશ માળીને ટર્મિનેટ કરાયા છે. ઉત્તરઝોન વોર્ડ-3ના એડિશનલ એન્જિનિયર જીગ સચારિયાને પણ સસ્પેન્ડ કરાયા છે. મ્યુનિસિપલ કમિશનરે 6 અધિકારીને નોટિસ પાઠવી હતી. જેમાં 7 દિવસમાં ખુલાસો પણ માંગ્યો હતો.
આ પણ વાંચો : ગૃહિણી માટે રાહતના સમાચાર, આ વર્ષે ટામેટા-ડુંગળી મોંઘા નહિ થાય; જાણો કારણ