શું દૂધના ભાવમાં થશે ધટાડો? મંત્રીએ આપ્યા સંકેત
Milk Price: પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રુપાલાએ દૂધના ભાવને લઈને સંકેત આપ્યા છે કે સરકાર આબોહવા-સ્થિતિસ્થાપક જાતિઓ પર કામ કરી રહી છે જેને લઈને મોઘવારીનો ભાર માથે લઈને ફરતા દરેક ગૃહિણીઓને ફાયદો થઈ શકે છે. કેન્દ્ર સરકારનું માનવું છે કે ચોમાસા બાદ દૂધના ભાવમાં ઘટાડો થઈ શકે છે.
છેલ્લા એક વર્ષમાં દૂધમાં કેટલો થયો વધારો?
છેલ્લા એક વર્ષના દૂધના ભાવનો વધારો જોવા જઈએ તો 10 ટકા સુધીનો વધારો થયો છે. અમૂલ ડેરી હોયકે પછી મધર ડેરી દરેક ડેરીઓેએ તેમનો ભાવ વધાર્યો જ છે. દેશમાં છેલ્લા 3 વર્ષમાં દૂધના ભાવમાં 22 ટકા સુધીનો વધારો થયો છે.
કેવી રીતે દૂધના ભાવ ધટી શકે છે, શું છે ગણિત?
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાના જણાવ્યા અનુસાર સિઝનનો સારો વરસાદ થતાં લીલા ખાસચારામાં વધારો થયો છે જેના કારણે આ સમયે લીલા ઘાસચારાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે જ ચોમાસા બાદ દૂધના ભાવમાં પણ ઘટાડો થવાની આશા છે.
આ પણ વાંચો: બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે સરકારની સહાય યોજના જાહેર