શું આજે દેખાશે Pink Moon? શું છે આ ગુલાબી ચાંદ અને શા માટે દેખાય છે?
- હિન્દુ કેલેન્ડર મુજબ આજે ચૈત્રી પૂર્ણિમાના દિવસે ગુલાબી ચાંદ દેખાશે
HD ન્યૂઝ ડેસ્ક, 23 એપ્રિલ: હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષનો પહેલો મહિનો ચૈત્ર મહિનો છે. ગુલાબી ચાંદ ચૈત્ર માસમાં પૂર્ણિમાના દિવસે જ જોવા મળશે. આ વર્ષે ચૈત્ર પૂર્ણિમા આજે 23 એપ્રિલ મંગળવારના રોજ આવી છે અને આજના દિવસે જ સાંજે આકાશમાં ગુલાબી ચાંદ એટલે કે Pink Moonના દર્શન થશે. પિંક મૂન સિવાય તેને ફસહનો ચાંદ(Passover Moon) પણ કહેવામાં આવે છે. ગુલાબી ચાંદ હકીકતમાં સંપૂર્ણપણે ગુલાબી દેખાતો નથી, પરંતુ તે સામાન્ય રીતે દેખાતા ચંદ્રની જેમ સિલ્વર અને ગોલ્ડન રંગમાં દેખાય છે. આ ગુલાબી ચાંદનું નામ પૂર્વ અમેરિકામાં જોવા મળતી જડીબુટ્ટી મોસ પિંક પરથી રાખવામાં આવ્યું છે.
ચૈત્ર પૂર્ણિમા પર ગુલાબી ચાંદ
આ વર્ષે ચૈત્ર પૂર્ણિમા આજે 23 એપ્રિલ મંગળવારના રોજ સવારે 3.25 કલાકે શરૂ થઈ છે જે હવે બીજા દિવસે એટલે કે બુધવાર, 24 એપ્રિલે સવારે 5:18 કલાકે સમાપ્ત થશે. પૂર્ણિમા વ્રત આજે 23 એપ્રિલે જ રાખવામાં આવી રહ્યા છે.
ગુલાબી ચાંદના બીજા નામો
ગુલાબી ચંદ્ર ઘણા જુદા-જુદા નામોથી ઓળખાય છે. તેને સ્પ્રાઉટિંગ ગ્રાસ મૂન(Sprouting Grass Moon), એગ મૂન(Egg Moon), ફિશ મૂન(Fish Moon), ફસહ મૂન(Passover Moon), પાક પોયા અને ફેસ્ટિવલ મૂન(Pak Poya and Festival Moon) તરીકે પણ ઓળખવામાં આવે છે. સાથે જ ચૈત્ર પૂર્ણિમાને ચૈતી પૂનમ((Chaiti Punam) પણ કહેવામાં આવે છે. આ દિવસે હનુમાન જયંતી ઉજવવામાં આવે છે.
પિંક ફુલ મૂન ક્યારે દેખાય છે?
પિંક ફુલ મૂન ત્યારે દેખાય છે જ્યારે બે ઘટનાઓ એક સાથે થાય છે.જ્યારે ચંદ્ર પૃથ્વીની નજીક હોય અને તે જ સમયે પૂર્ણિમા પણ હોય ત્યારે પિંક ફુલ મૂન દેખાય છે. આ પૂર્ણિમાના દિવસે આકાશમાં આ દ્રશ્ય જોવા મળશે.
ચાંદના વિવિધ રંગો
પિંક મૂન ઉપરાંત, ચાંદ પૂર્ણિમાના દિવસે વિવિધ રંગોમાં જોઈ શકાય છે. ઘણી વખત પ્રદૂષણને કારણે ચંદ્રનો રંગ નારંગી અથવા પીળો દેખાઈ શકે છે. આ સિવાય હવામાં હાજર કણો ચંદ્રનો રંગ બદલાતા દર્શાવે છે અને ચંદ્ર ભૂરા રંગનો દેખાઈ શકે છે. ચંદ્રનો સૌથી સ્પષ્ટ રંગ તેજસ્વી(ચમકીલો) હોય છે જે સ્પષ્ટ આકાશમાં દેખાય છે.
આ પણ જુઓ: અદ્ભુત! નાસાએ ગુરુ ગ્રહ પર આવતા વાવાઝોડાની મનમોહક તસવીરો શેર કરી