ટોપ ન્યૂઝનેશનલ

UPમાં બદલાશે રાજનીતિની તસવીર? બસપા રાષ્ટ્રીય સચિવ આઝમ ખાન સાથે મુલાકાત કરી શકે છે

Text To Speech

ઉત્તરપ્રદેશમાં આઝમ ખાનને લઈને શરૂ થયેલી રાજકીય ચર્ચા અટકવાનું નામ નથી લઈ રહી. જ્યાં એક તરફ આઝમ ખાન સહિત અનેક મોટા મુસ્લિમ નેતા સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવથી નારાજ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ ફરી ઉત્તરપ્રદેશના રાજકારણમાં બદલાવના સંકેત જોવા મળી રહ્યાં છે. આ ફેરફારની ચર્ચા બસપા રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રા આઝમ ખાન સાથે મુલાકાત કરશે તેવા સમાચાર બાદ જોવા મળી રહ્યાં છે.

સતીશ મિશ્રા દૂત બન્યા
સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ બસપાના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાએ આ સપ્તાહે આઝમ ખાનને મળવા સીતાપુર જેલ જઈ શકે છે. માનવામાં આવે છે કે સતીષ મિશ્રા માયાવતીના દૂત તરીકે આઝમ ખાન સાથે મુલાકાત કરશે. તો બસપાના એક મોટા નેતાની મીટિંગ પહેલા જ આઝમ ખાનના નજીકના લોકો સાથે થઈ ગઈ છે. ત્યારે હવે બસપા અને આઝમ ખાનની નિકટતા વધશે તેવું માનવામાં આવી રહ્યું છે.

માયાવતીના ટ્વીટ
આ પહેલા ગુરુવારે માયાવતીએ આઝમ ખાનને લઈને એક ટ્વીટ કર્યું છે. જેમાં તેમને લખ્યું કે, “યુપી સરકાર દ્વારા પોતાના વિરોધીઓ પર સતત દ્વેષપૂર્ણ અને વરિષ્ઠ ધારાસભ્ય આઝમ ખાનને લગભગ સવા બે વર્ષથી જેલમાં બંધ રાખવાનો મામલો ઘણો ચર્ચામાં છે. લોકોની નજરે આ ન્યાયનું ગળું ટુંપવા જેવું નહીં તો શું છે?”

આ નેતાએ પણ કરી હતી મુલાકાત
આ પહેલા સપાના ધારાસભ્ય અને અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવ આઝમ ખાનને સીતાપુર જેલમાં મળ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના નેતા પ્રમોદ કૃષ્ણમે પણ આઝમ ખાન સાથે મુલાકાત કરી હતી. તો એક સપા પ્રતિનિધિ મંડળે પણ આઝમ ખાન સીતાપુર જેલમાં મુલાકાત કરી હતી. જેમાં કહેવાયું હતું કે આઝમ ખાને મળવાનો ઈનકાર કરી દીધો હતો. જો કે અખિલેશ યાદવે સપા પ્રતિનિધિમંડળ ગયું છે તે વાતનું ખંડન કર્યું હતું.

Back to top button