શું ઓસ્કાર સેરેમની કેન્સલ થશે? 96 વર્ષનો રેકોર્ડ તૂટશે? લોસ એન્જલસની આગની શું થશે અસર?
- લોસ એન્જલસમાં લાગેલી આગની અસર ઓસ્કાર સેરેમનીને પણ થાય તેવી શક્યતા છે, જો તે રદ થશે તો 96 વર્ષનો રેકોર્ડ બનશે
15 જાન્યુઆરી, લોસ એન્જલસઃ અમેરિકાના લોસ એન્જલસના જંગલોમાં લાગેલી ભીષણ આગથી શહેરમાં ભારે તબાહી મચી ગઈ હતી, જેના કારણે લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. આગમાં હોલીવુડની ઘણી મોટી હસ્તીઓના મકાનો અને લક્ઝરી બંગલા પણ બળીને ખાખ થઈ ગયા હતા. 97મો એકેડેમી એવોર્ડ એટલે કે ઓસ્કાર એવોર્ડ સમારોહ આ વર્ષે યોજાવાનો છે, પરંતુ લોસ એન્જલસમાં લાગેલી ભીષણ આગને કારણે તે હવે રદ થવાના આરે છે. ‘ધ સન’ના અહેવાલ મુજબ જંગલમાં લાગેલી આગને કારણે તેના 96 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ઓસ્કાર એવોર્ડ સમારોહ રદ્દ થઈ શકે છે.
View this post on Instagram
ઓસ્કાર એવોર્ડ 2025 સમારોહ પોસ્ટપોન થશે કે કેન્સલ થશે?
ઓસ્કાર માટે નોમિનેશન સેરેમની 17 જાન્યુઆરીએ યોજાવાની હતી, જે પણ રદ કરવામાં આવી હતી. ભયાનક આગ અને દુર્ઘટનાને કારણે, કાર્યક્રમ સમિતિએ 17 જાન્યુઆરીએ નોમિનેશન પ્રક્રિયા રદ કરી હતી અને તેને પહેલા 19 જાન્યુઆરી અને પછી 23 જાન્યુઆરીએ રાખવાનો નિર્ણય કર્યો હતો. હવે એકેડમીના સીઈઓ અને પ્રેસિડેન્ટે એક નિવેદનમાં કહ્યું છે કે લોસ એન્જલસમાં પરેશાનીના કારણે સમારોહના સમયપત્રકમાં કેટલાક ફેરફાર થઈ શકે છે.
એકેડમીના સીઈઓ બિલ ક્રેમર અને પ્રેસિડેન્ટ જેનેટ યાંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એકેડમી હંમેશા ઈન્ડસ્ટ્રીને એક રાખવાની તાકાત પર સજાગ રહી છે. આ મુશ્કેલ સમયમાં પણ અમે બધા એક સાથે ઊભા છીએ. આપણે આવનારા અઠવાડિયામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય મહત્ત્વની બાબતોને લઈને સાવધ રહેવું પડશે, તેથી અમે પ્રોગ્રામ શેડ્યૂલમાં કેટલાક ફેરફારો કરીશું.
ઉલ્લેખનીય છે કે 7 જાન્યુઆરીથી કેલિફોર્નિયા અને લોસ એન્જલસના જંગલોમાં ભીષણ આગ લાગી છે. આ આગ શહેરો સુધી પહોંચી છે અને તેનો પ્રકોપ 40 હજાર એકરમાં ફેલાયો છે. 11 લોકોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. 97મો ઓસ્કાર એવોર્ડ 3 માર્ચ 2025ના રોજ યોજાવાનો છે. હાલમાં તેની તારીખોમાં ફેરફાર થશે કે કેમ તે જોવા માટે રાહ જોવી પડશે.
આ પણ વાંચોઃ મહાકુંભ 2025/ અદા શર્મા પોતાની આગવી અદા દેખાડશે, રજૂ કરશે શિવ તાંડવ સ્તોત્રમ