ટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગનેશનલફોટો સ્ટોરીસાયન્સ એન્ડ ટેકનોલોજી

શું ડ્રાઈવર વગર ચાલશે મેટ્રો? દેશની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રોનું બેંગલુરુમાં પરીક્ષણ શરૂ

  • આ મેટ્રો ટ્રેનને ચાર મહિના સમયગાળામાં 37 જેટલા ટેસ્ટમાંથી પસાર કરવામાં આવશે

બેંગલુરુ, 7 માર્ચ: ભારત દેશ ટેક્નોલોજીની દ્રષ્ટિએ સતત પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે ટેક્નોલોજી ક્ષેત્ર ભારત નવું શિખર સર કરવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં દેશને પોતાની પ્રથમ ડ્રાઈવર વગરની મેટ્રો ટ્રેન મળવા જઈ રહી છે. હવે દેશમાં મેટ્રો ટ્રેન ડ્રાઈવર વિના દોડશે. ભારતની પ્રથમ ડ્રાઈવર વિનાની મેટ્રો ટ્રેનનું બેંગલુરુમાં પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આ મેટ્રો ટ્રેનને ચાર મહિનામાં 37 ટેસ્ટમાંથી પસાર થવું પડશે. ડ્રાઈવર લેસ મેટ્રો ટ્રેનના સફળ પરીક્ષણ બાદ ટૂંક સમયમાં તેને ટ્રેક પર લાવવાનું કામ શરૂ કરવામાં આવશે.

ડ્રાઈવર વગરની મેટ્રો ટ્રેન
પ્રથમ ડ્રાઈવર વગરની મેટ્રો ટ્રેન
 મેટ્રો ટ્રેન
મેટ્રો ટ્રેન

બેંગલુરુ મેટ્રો રેલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (BMRCL) અનુસાર, મે મહિના સુધીમાં બે વધુ મેટ્રો ટ્રેનો બેંગલુરુ પહોંચે તેવી અપેક્ષા છે. આ સાથે જો બધું બરાબર રહેશે તો બેંગલુરુને જૂનથી દર મહિને બે ડ્રાઈવર લેસ મેટ્રો ટ્રેન મળશે. આ ડ્રાઈવર લેસ ટ્રેનો 90 સેકન્ડની ફ્રીક્વન્સી પર દોડશે અને તેનો એક કોચ લગભગ 21 મીટર લાંબો હશે.

ટૂંક સમયમાં ટ્રેક પર ટેસ્ટિંગ કરવામાં આવશે

ડ્રાઈવર વગરની મેટ્રો ટ્રેન
ડ્રાઈવર વગરની મેટ્રો ટ્રેન\@ians_india
 ડ્રાઇવરલેસ મેટ્રો
ડ્રાઇવરલેસ મેટ્રો

BMRCL કહે છે કે, તે ટ્રેક પર ભારતની પ્રથમ ડ્રાઈવર વિનાની મેટ્રો રેલનું પરીક્ષણ કરવા માટે તૈયાર છે. ટૂંક સમયમાં તેને ટેસ્ટિંગ માટે ટ્રેક પર મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે. યલો લાઇન પર દોડતી આ ટ્રેનનું અસેંબલિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. મહત્ત્વની વાત તો એ છે કે મેટ્રો ટ્રેનનું અસેંબલિંગ કામ ચીનના એન્જિનિયરોની દેખરેખમાં કરવામાં આવ્યું છે.

 ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેન
ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેન

આગામી ચાર મહિનામાં 37 ટેસ્ટ કરવામાં આવશે

BMRCLએ કહ્યું છે કે, આગામી ચાર મહિનામાં આ ટ્રેન 37 ટ્રાયલમાંથી પસાર થશે. ડ્રાઈવરલેસ ટ્રેનને દરેક પરિસ્થિતિ અને ટેકનિકલ સમસ્યાઓમાંથી પસાર કરીને પરીક્ષણ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, નવો રોલિંગ સ્ટોક હોવાને કારણે ટ્રેનને ઘણાં પરીક્ષણમાંથી પસાર થવાની જરૂર છે. સ્ટેટિક અને ઇલેક્ટ્રિકલ સર્કિટના પરીક્ષણ માટે ટેસ્ટ ટ્રેક પર જતા પહેલા તમામ કોચ એકત્રિત કરવામાં આવ્યા છે. જે બાદથી મેઈનલાઈન ટેસ્ટિંગ માટે લેવામાં આવશે. આ ડ્રાઈવરલેસ ટ્રેન માટે ચાર મહિના સુધી લગભગ 37 પ્રકારના ટેસ્ટ કરવામાં આવશે.

આ પણ જુઓ: કોલકાતામાં આજથી શરૂ થનાર પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેન વિશે જાણો ખાસ વિશેષતા

Back to top button