શું ભારતમાં ટેસ્લા કારનું સપનું થશે સાકાર? PM મોદી એલોન મસ્ક સાથે કરશે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે (20 જૂન) અમેરિકા જવા રવાના થયા હતા. પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનના આમંત્રણ પર 21 થી 24 ફેબ્રુઆરી દરમિયાન અમેરિકામાં આયોજિત થનારા અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. આમાંથી એક મીટિંગ ટેસ્લાના સીઈઓ અને ટ્વિટરના માલિક ઈલોન મસ્ક સાથે પણ થવાની છે.
In USA, I will also get the opportunity to meet business leaders, interact with the Indian community and meet thought leaders from different walks of life. We seek to deepen India-USA ties in key sectors like trade, commerce, innovation, technology and other such areas.
— Narendra Modi (@narendramodi) June 20, 2023
2015માં પીએમ મોદીએ ટેસ્લાની મુલાકાત લીધી હતી
અગાઉ 2015માં પીએમ નરેન્દ્ર મોદી કેલિફોર્નિયામાં ટેસ્લાની એક ફેક્ટરીની મુલાકાત લીધી હતી, આ દરમિયાન તેઓ એલોન મસ્કને મળ્યા હતા. તે સમયગાળામાં એલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું ન હતું. પીએમ મોદીની એલોન મસ્ક સાથે મુલાકાત એવા સમયે થવા જઈ રહી છે જ્યારે ટેસ્લા ભારતમાં પોતાની ફેક્ટરી સ્થાપિત કરવા માટે જગ્યા શોધી રહી છે.
શું ભારતમાં જ બનશે ટેસ્લા કાર ?
એક રિપોર્ટ મુજબ, ધ વોલ સ્ટ્રીટ જર્નલને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન ઈલોન મસ્કને ભારતીય બજારમાં પ્રવેશવાની તેમની ઈચ્છા વિશે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં કહ્યું, કે “બિલકુલ.” આ સાથે તેમણે વધુમાં કહ્યું કે, ટેસ્લા ભારતમાં ફેક્ટરી સ્થાપવા માટે જગ્યા શોધી રહી છે અને આ કામ વર્ષના અંત સુધીમાં લગભગ થઈ જશે.
વિવિધ ક્ષેત્રોમાં મોટું નામ ધરાવતા લોકોને મળશે પ્રધાનમંત્રી
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના યુએસ પ્રવાસ દરમિયાન 2 ડઝનથી વધુ વિવિધ ક્ષેત્રોમાં મોટું નામ ધરાવતા લોકો અને નેતાઓને મળશે. આ પ્રસિદ્ધ લોકોમાં અર્થશાસ્ત્રીઓ, કલાકારો, વૈજ્ઞાનિકો, વિદ્વાનો, ઉદ્યમીઓ, શિક્ષણવિદો અને નિષ્ણાતોનો સમાવેશ થાય છે.
પીએમ મોદીની મુલાકાતનુ શું છે કારણ?
આ લોકો સાથે પીએમ મોદીની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકામાં વિકાસને સમજવાનો અને સંભવિત સહયોગના મુદ્દાઓ વિશે જાણવાનો રહેશે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, મસ્ક સિવાય પીએમ મોદી લેખક નીલ ડીગ્રાસ ટાયસન, અર્થશાસ્ત્રી પોલ રોમર, રોકાણકાર રે ડાલિયોની સાથે પણ કરશે મુલાકાત.
PM સ્વાસ્થ્ય અને ચિકિત્સા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મળશે
આ લિસ્ટમાં ભારતીય-અમેરિકન ગાયક ફાલુ શાહ, સંશોધક જેફ સ્મિથ, રાજદ્વારી ડેનિયલ રસેલ અને સંરક્ષણ નિષ્ણાત એલ્બ્રિજ કોલ્બીનો પણ સમાવેશ થાય છે. આ સાથે પીએમ મોદી સ્વાસ્થ્ય અને ચિકિત્સા ક્ષેત્ર સાથે જોડાયેલા કેટલાક મોટા માથાઓને પણ મળશે. જેમાં ડો.પીટર એગ્રે, ડો.સ્ટીફન ક્લાસ્કોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ટાઈટેનિક જોવા ગયેલી સબમરિન ગુમ; સવાર છે બ્રિટિશ અબજોપતિ સહિત પાંચ લોકો