ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બુલડોઝર કાર્યવાહી ધણધણશે જ કે બ્રેક લાગશે? કાલે આવશે નિર્ણય

Text To Speech

નવી દિલ્હી, 12 નવેમ્બર : સુપ્રીમ કોર્ટ બુધવારે તેના નિર્ણયમાં દેશભરની રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવતી બુલડોઝર કાર્યવાહી અંગે માર્ગદર્શિકા નક્કી કરશે. જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેંચ સવારે 10:30 વાગ્યે પોતાનો ચુકાદો સંભળાવશે.

મળતી માહિતી મુજબ, જમીયત ઉલેમા-એ-હિંદ સહિત અનેક અરજદારોએ દેશભરના જુદા જુદા રાજ્યોમાં થઈ રહેલી બુલડોઝરની કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટ આવતીકાલે બુધવારે આ મામલે પોતાનો ચુકાદો આપવા જઈ રહી છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર કડક ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લોકોની સુરક્ષા સર્વોપરી છે. આવી સ્થિતિમાં જાહેર સ્થળોએ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝરની કાર્યવાહી અટકશે નહીં. ભલે તે ધાર્મિક સ્થળ હોય.

આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિ આરોપી કે દોષિત છે. આ તોડી પાડવાનો આધાર બની શકે નહીં. સુપ્રીમ કોર્ટે આરોપીઓના ઘરો પર બુલડોઝરના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન પૂર્વ CJI ચંદ્રચુડે કહ્યું હતું કે, ‘તમે કહો છો કે તે અતિક્રમણ હતું. પરંતુ તમે આ રીતે લોકોના ઘરો તોડવાની શરૂઆત કેવી રીતે કરી શકો? કોઈના ઘરમાં ઘુસીને કોઈ પણ જાણકારી વગર તેને તોડી નાખવું, આ અરાજકતા છે.

આ સાથે ચંદ્રચુડે ઉત્તર પ્રદેશ સરકારનું પ્રતિનિધિત્વ કરતા વકીલને પૂછ્યું કે, ‘તમે બુલડોઝર વડે રાતોરાત બાંધકામ તોડી ન શકો. તમે ઘર ખાલી કરવા માટે પરિવારને સમય આપતા નથી. ઘરની અંદર રાખેલી ઘરવખરીની વસ્તુઓનું શું થશે?

આ પણ વાંચો :- 14 નગરો અને એક મહાનગરને રૂ.254 કરોડના કામોને મંજૂરી આપતા CM ભુપેન્દ્ર પટેલ

Back to top button