શું તથ્ય પટેલનું બદલાશે ઘર? ટ્રાન્સફર વોરંટ અંગે આવ્યા સમાચાર!
- અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં મોઘી દાટ જેગુઆર ગાડીથી 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે, થાર અકસ્માતમાં તથ્ય પટેલની સરખેજ પોલીસ ટ્રાન્સફર વોરંટ લઈને તેને કસ્ટડીમાં લેશે.
વાત જાણે એમ છે કે જે ઈસ્કોન બ્રિજ અકસ્માત અગાઉ જે તથ્ય પટેલે અમદાવાદના એક કાફેમાં થાર કાર ઘુસાડી દેતાં કાફેની દિવાલ તોડી નાખી હતી. ત્યાર બાદ કાફેના માલિક અને આરોપી વચ્ચે સમાધાન તો થઈ ગયું હતું, પરંતું ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ તથ્ય પટેલના અનેક કારનામાં બહાર આવ્યા છે. જેમાનું આ પણ હતું. કાફેની દિવાલ તોડી પાડેલ વિડિયો બહાર આવતાં પોલીસે કાફે-માલિકની ફરિયાદ નોંધીને ગુનો દાખલ કર્યો હતો. તેથી સરખેજ પોલીસે આ કેસને હાથમાં લેતાં અમદાવાદ જિલ્લા કોર્ટમાં રહેલ તથ્ય પટેલના ટ્રાન્સફર વોરંટ લઈને તેને સરખેજ પોલીસ કસ્ટડીમાં લેશે.
આ પણ વાંચો: કાનાણીએ પોલીસની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું?
તથ્ય પટેલ અકસ્માત કેસ બાદ અમદાવામાં પોલીસ એક્શનમાં:
અમદાવાદમાં પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઈવ શરૂ થઇ છે. જેમાં નિયમ તોડનાર સામે કાર્યવાહી થશે. તથ્ય પટેલ અકસ્માત કેસ બાદ શહેરમાં પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ત્યારે સમગ્ર શહેરમાં પોલીસની ડ્રાઇવ શરૂ કરાઈ છે.
ટ્રાફિક વિભાગનાં પોલીસ વડા એન.એન.ચૌધરીએ જણાવ્યું હતું કે શહેરનાં એસ.જી. હાઈવે, સી.જી. રોડ, નારણપુરા ખાતે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જો કોઈ પણ વ્યક્તિએ વ્હિકલ આડેધડ પાર્ક કર્યું હશે તો તેને ટોઈંગ કરવામાં આવશે.
આ પણ વાંચો: સુરતમાં 6 લોકોને ઉડાવી નાખનાર આરોપી સાજન પટેલનું પોલીસે કાઢ્યું સરઘસ