T-20 વર્લ્ડ કપટ્રેન્ડિંગસ્પોર્ટસ

શું વર્લ્ડ કપની ટીમમાં સૂર્યકુમાર યાદવ જોવા મળશે?

Text To Speech
  • ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત એશિયા કપ દરમિયાન અથવા પછી કરવામાં આવશે. સૂર્યકુમાર યાદવ વર્લ્ડ કપની ટીમનો દાવેદાર હોઈ શકે છે.

HD ન્યૂઝ ડેસ્ક: આગામી વનડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. ત્યારે ટીમ સિલેક્શને ટીમની પસંદગી કરવામાં માથાના દુખાવા જેવું સાબિત થઈ શકે છે, કારણ કે કેટલાક ખેલાડીઓની ઈજાના કારણે સમગ્ર સમીકરણ બગાડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. રિષભ પંત અને શ્રેયસ અય્યર ઠિક ન હોવાને કારણે મોટી સમસ્યા છે.

સૂર્યકુમાર વર્લ્ડ કપ ટીમમાં જોવા મળી શકે?

ભૂતપૂર્વ ભારતીય ટીમ પસંદગીકાર એમએસકે પ્રસાદે દાવો કર્યો છે કે તેમને 100 ટકા ખાતરી છે કે સૂર્યકુમાર યાદવ ચોક્કસપણે વર્લ્ડ કપ ટીમનો ભાગ બનશે. પ્રસાદે એક ન્યૂઝ એજન્સિ સાથેની વાતચીતમાં કહ્યું છે કે જ્યારે કોઈ ખેલાડી T20માં નંબર વન બેટ્સમેન બની શકે છે તો તેનો અર્થ એ છે કે તેની પાસે ખાસ ક્ષમતા છે. તેણે કહ્યું કે અમે આઈપીએલમાં જોયું છે કે સૂર્યકુમાર યાદવ દબાણમાં સારું પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે.

ટીમ મેનેજમેન્ટેમાં ખાસ ભૂમિકા નિભાવી છે – MSK

એમએસકે પ્રસાદે વધુમાં કહ્યું છે કે સૂર્યકુમાર યાદવની તાજેતરની ઘટના દર્શાવે છે કે ટીમ મેનેજમેન્ટમાં તેણે એક ખાસ ભૂમિકામાં ભજવી છે અને તે પોતે પોતાની જવાબદારી સમજીને તેના પર ધ્યાન આપી રહ્યો છે. જણાવી દઈએ કે સૂર્યકુમાર યાદવ વનડેના નંબરમાં સારા નથી, પરંતુ તેની T20 શૈલીના કારણે તેને ટીમમાં તક મળી શકે છે. સૂર્યકુમાર યાદવ નંબર 4 માટે વિકલ્પ છે.

સૂર્યકુમાર યાદવની વનડે એવરેજ પ્રશ્નોના ઘેરામાં:

2021 ની શરૂઆતમાં તેની T20 ડેબ્યૂ કર્યા પછી, સૂર્યકુમાર યાદવે જુલાઈ 2021 માં તેની વનડે ડેબ્યૂ કરી અને ત્યારથી તે ભારત માટે 26 વનડે રમી ચૂક્યો છે. સૂર્યકુમાર યાદવે 26 વનડેની 24 ઇનિંગ્સમાં 24.33ની એવરેજથી 511 રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવ આ 24 ઇનિંગ્સમાં માત્ર 2 અડધી સદી ફટકારી શક્યો છે. 64 તેનો સર્વોચ્ચ સ્કોર છે. જો કે સૂર્યકુમાર યાદવનું બેટ T20 ફોર્મેટમાં ઘણા રન બનાવી રહ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ટી20માં તેણે 44 બોલમાં 83 રનની ઈનિંગ રમી હતી.

આ પણ વાંચો: વર્લ્ડકપ-2023નો બદલાયો કાર્યક્રમ; ભારત-પાકિસ્તાનની મેચ સહિત 9 મેચોની તારીખમાં ફેરફાર

Back to top button