ચૂંટણી 2022ટોપ ન્યૂઝ

નવી સરકારની રચનામાં કેટલાક જુના જોગીઓ કપાશે ? કમલમ ખાતે બેઠક પૂર્વે અટકળો બની તેજ

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ હવે નવી સરકાર રચવાની કવાયત તેજ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 12 ડિસેમ્બરે નવી સરકારની શપથ વિધિ યોજાશે. ત્યારે નવી સરકારમા કોના નામ આવી શકે છે. તેના પર હાલ મનોમંથન ચાલી રહ્યું છે. આજે ગાંધીનગરના કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં કેટલાક જુના જોગીઓને રખાશે તો કેટલાક નવા ચહેરા લેવાશે તેવી અટકળો ચાલી રહી છે.

કમલમ- humdekhenge news

ભાજપમાં પહેલી વખત એવુ બન્યું છે કે સૌથી વધુ 71 ઉમેદવારો પહેલી વાર વિધાનસભામાં ચૂંટાયા હોય. આ વખતે નવી સરકારમાં 25 કે તેથી વધુ પરંતુ 28 સભ્યોનું મંત્રીમંડળ રચાશે તેવું મનાય છે. નવી સરકારના મંત્રીમંડળમાં અનેક જૂના જોગીઓને રિપીટ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત અનેક નવા ચહેરાઓને સ્થાન મળે એવી પ્રબળ સંભાવના રહેલી છે. આ સાથે જ નવા મંત્રીમંડળમાં બ્રાહ્મણ, ઓબીસી અને આદિવાસી ચહેરાઓને વધારે સ્થાન મળે એવી શક્યતા વર્તાઈ રહી છે.

આજે નવા મંત્રીમંડળ નિર્માણ માટે નિરીક્ષકો ગુજરાતમાં

ગુજરાતના નવા મંત્રીમંડળના નિર્માણ માટે ભાજપ દ્વારા રાજનાથ સિંહ, બી.એસ. યેદિયુરપ્પા અને અર્જુન મુંડાને નિરીક્ષક તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ રાજનાથ સિંહ, બી.એસ.યેદિયુરપ્પા અને અર્જુન મુંડા ગુજરાતના નવા મુખ્યમંત્રીમંડળ માટે આજે ગુજરાત આવશે. ગુજરાત આવીને નિરીક્ષકો સૌપ્રથમ ધારાસભ્યોની બેઠકમાં હાજરી આપશે.

આ પણ વાંચો :સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનીષ ધામેચા સામે ધરપકડ વોરંટ, કારણ વગર ફરજ પર હાજર ન રહેતા કડક પગલુ

156માંથી 63 સીટિંગ અને 22 પૂર્વ MLA

ભારતીય જનતા પાર્ટીના 156માંથી 63 સીટિંગ અને 22 પૂર્વ MLA આ વખતે ફરી ચૂંટાયા છે. જ્યારે 71 ઉમેદવારો પહેલી વખત વિધાનસભામાં પહોંચ્યા છે. જેમાંથી 12 તો પાલિકા- પંચાયતોમાં મેયર ડેપ્યુટી મેયર કે પ્રમુખ કે વિવિધ સમિતિઓના અધ્યક્ષ રહી ચૂંક્યા છે.

Back to top button