ટોપ ન્યૂઝ
Trending

ઓસ્કરના સ્ટેજ પર બબાલ:પત્ની પર જોક કર્યો તો ગુસ્સે ભરાયેલા બેસ્ટ એક્ટર વિનર વિલ સ્મિથે હોસ્ટ ક્રિસને થપ્પડ મારી

Text To Speech

ઓસ્કર 2022માં લોકપ્રિય એક્ટર વિલ સ્મિથે પેઝેન્ટર ક્રિસ રોકને થપ્પડ મારી હતી. પ્રેઝેન્ટર ક્રિસે વિલની પત્નીના વાળ પર કમેન્ટ કરી હતી. આ વાત પર વિલ રોષે ભરાયો હતો. તે ઊભો થઈને સ્ટેજ પર આવ્યો હતો અને પછી ક્રિસ રોકને તમાચો મારી દીધો હતો.

કેમ ક્રિસે વિલને થપ્પડ મારી?
ક્રિસ રોકે ફિલ્મ ‘જી આઈ જેન’ અંગે વિલ સ્મિથની પત્ની જેડા પિન્કેટ સ્મિથની મજાક ઉડાવી હતી. તેણે જેડાના લુક પર કમેન્ટ કરતાં કહ્યું હતું કે જેડા ફિલ્મના બીજા ભાગની રાહ જોઈ શકતી નથી, કારણ કે ફિલ્મમાં લીડ એક્ટ્રેસનો લુક બાલ્ડ હતો. જોકે, જેડાએ એલોપીસિયા (માથામાં ઉંદરી થવી, એક જાતની બીમારી)ને કારણે વાળ કઢાવી નાખ્યા હતા. પત્નીની આ રીતે મજાક થતાં વિલ ગુસ્સે થયો હતો અને ચાલુ શોમાં ક્રિસને તમારો મારી દીધો હતો.

Back to top button