ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

શું આરબીઆઈના નવા નિર્ણયથી નીરવ મોદી અને વિજય માલ્યા જેવા લોકો બચી જશે?

હમ દેખેગે ન્યૂઝ; રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા વિલફુલ ડિફોલ્ટર્સ અને છેતરપિંડીઓમાં સામેલ લોન ખાતાઓને બેંકો સાથેના તેમના બાકી લેણાંની પતાવટ કરવાની મંજૂરી આપવાનું તાજેતરનું પગલું વિવાદમાં ફસાતું દેખાઇ રહ્યું છે.

8 જૂને ફ્રેમવર્ક ફોર કોમ્પ્રોમાઇઝ સેટ્લમેન્ટ્સ એન્ડ ટેકનિક્લ રાઇટ-ઓફ્સના શીર્ષકવાળા એક નોટિફિકેશનમાં આરબીઆઈ એ કહ્યું કે, વિલફુલ ડિફોલ્ટર્સ અથવા છેતરપિંડી સાથે જોડાયેલા ખાતાઓ અંગે બેંકના બાકીદારો વિરૂદ્ધ ચાલી રહેલી અપરાધિક કાર્યવાહી પર પ્રતિકૂળ પ્રભાવ નાંખ્યા વગર સમાધાન અથવા ટેકનિકલી રાઈટ-ઓફ (એનપીએમાં નાંખી શકીએ છીએ) કરી શકીએ છીએ.

આરબીઆઈ ની નવી માર્ગદર્શિકા અનુસાર, વિલફુલ ડિફોલ્ટર અથવા છેતરપિંડીમાં સામેલ કંપની બેંક સાથે સમાધાન કર્યાના 12 મહિના પછી નવી લોન મેળવી શકે છે.

પ્રશ્ન તે માટે પણ ઉઠી રહ્યા છે કે 8 જૂનના સર્કુલરમાં (પરિપત્ર) આરબીઆઈએ વિલફુલ ડિફોલ્ટર્સને સેટલમેન્ટથી બહાર રાખવાની પોતાની પહેલાની નીતિને પલટાવી દીધી છે.

7 જૂન 2019માં આરબીઆઈ એ સ્પષ્ટ રીતે કહ્યું હતુ કે, છેતરપિંડી, અપરાધ અથવા જાણિજોઇને ચૂક કરનાર ઋણધારકો (લોન લેનારા) સાથે સમજૂતિ કરવામાં આવશે નહીં.

સંસદમાં આપેલી નવી જાણકારી અનુસાર માર્ચ 2022ના અંત સુધી 50 સૌથી મોટા વિલફુલ ડિફોલ્ટર્સ પર બેંકોનું 92,570 કરોડ રૂપિયા બાકી હતા. જેમાંથી 7,848 કરોડ રૂપિયાની સૌથી મોટી બાકીની રકમ મેહુલ ચોકસીની કંપની પાસેથી લેવાની નિકળે છે.

ઉપલબ્ધ જાણકારી અનુસાર, ભારતમાં ડિસેમ્બર 2022 સુધી 3,40,570 કરોડ રૂપિયાની રાશિવાળા 15,778 વિલફુલ ડિફોલ્ટ ખાતા હતા. જેમાંથી લગભગ 85 ટકા ડિફોલ્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ બરોડા જેવી સાર્વજનિક ક્ષેત્રની બેંકોના હતા.

આ પણ વાંચો-  તમિલનાડુના ભૂતપૂર્વ ટોચના અધિકારીને સજા, જાતીય સતામણીના કેસમાં દોષી ઠેરવ્યા

કોંગ્રેસનો સરકાર પર હુમલો

વિપક્ષી કોંગ્રેસ પાર્ટીએ આરબીઆઈ ના આ નિર્ણયને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે.

વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પાર્ટી સંચાર મહાસચિવ જયરામ રમેશે ટ્વિટ કરીને કહ્યું કે આરબીઆઈ એ તે સ્પષ્ટ કરવું જોઈએ કે શું તેને જાણિજોઈને લોન ચૂકતે ન કરનાર અને છેતરપિંડી સાથે સંબંધિત પોતાના જ નિયમોમાં ફેરફાર કર્યો છે.

તેમણે કહ્યું, “તે પણ ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ ફેડરેશન અને ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા સ્પષ્ટપણે કહેતા હોવા છતાં કે આ પગલું બેંકિંગ ક્ષેત્ર પર લોકોના વિશ્વાસને ઓછું કરશે, થાપણદારોનો વિશ્વાસ ઓછો થશે, નિયમોના ભંગ કરવાની સંસ્કૃતિને (બેંકો સાથે છેતરપિંડી કરવી સામાન્ય બાબત બની જશે) બળ મળશે. બેંકો અને તેમના કર્મચારીઓને આ નુકશાનની ભરપાઇ કરવી પડી શકે છે.

જયરામ રમેશે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ઈમાનદાર ઋણધારક- ખેડૂત, નાના અને મધ્યમ બિઝનેસમેન, મીડિલ ક્લાસ ઈએમઆઈના ભાર નીચે દબાયેલા છે. તેમને ક્યારેય લોન પર વાતચીત અથવા તેના ભારને ઓછો કરવાની તક આપવામાં આવતી નથી.

પરંતુ સરકાર હજું પણ નીરવ મોદી, મેહુલ ચોકસી અને વિજય માલ્યા જેવા ફ્રોડ્સ અને જાણીજોઇને લોન ન ચૂકવતા લોકોને ફરીથી તેમને પહેલાની સ્થિતિમાં પરત આવવાનો રસ્તો બનાવી આપી રહી છે. ભાજપાના ધની પૂંજીપતિઓને દરેક રીતની સુવિધા આપવામાં આવી રહી છે. જ્યારે ઈમાનદાર ભારતીયોને પોતાની લોન ચૂકવવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

કોંગ્રેસનું કહેવું છે કે આરબીઆઈ એ તે સ્પષ્ટ કરવું જોઈએ કે તેને કેમ વિચાર્યું કે આ નિર્દેશ વર્તમાન સમયમાં આવશ્યક છે, જ્યારે વારં-વાર તેને આના વિરૂદ્ધ નિર્દેશ આપ્યા હતા અને ચેતાવણી પણ આપી હતી.

પાર્ટીએ તે પણ કહ્યું છે કે આરબીઆઈને તે કહેવું જોઇએ કે શું આ નિર્દેશોને જારી કરવા માટે મોદી સરકાર દ્વારા કોઈ દબાણ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો- ગૃહમંત્રી અમિત શાહ આજે CM સાથે કચ્છમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે

બેંક સંઘોએ વ્યક્ત કરી નારાજગી

અખિલ ભારતીય બેંક અધિકારી પરિસંઘ અને અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ છ લાખથી વધારે બેંક કર્મચારીઓના સામૂહિક અવાજનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરે છે.

આ બંને દ્વારા આરબીઆઈ ના આ પગલાની તીખી આલોચના કરી છે, જે હેઠળ બેંકોને કરાર સમાધાન હેઠળ વિલફુલ ડિફોલ્ટર્સના લોનોનું સમાધાન કરવાની અનુમતિ આપવામાં આવી છે.

આ સંઘોનું કહેવું છે કે આરબીઆઈ નું પગલું બેંકિંગ પ્રણાલીની અખંડતા પર અસર નાંખી શકે છે અને વિલફુલ ડિફોલ્ટર્સ સાથે પ્રભાવી રીતે પહોંચીવળવાના પ્રયાસોને નબળા પાડી શકે છે.

તેમને તેવું પણ કહ્યું કે છેતરપિંડી અથવા વિલફુલ ડિફોલ્ટર્સના રૂપમાં વર્ગીકૃત ખાતાઓ માટે કમ્પાઉન્ડ સેટલમેન્ટની મંજૂરી આપવી ન્યાય અને જવાબદારીના સિદ્ધાંતોનું અપમાન છે. આ સંઘો અનુસાર આ ન માત્ર બેઇમાન ઋણધારકોને પુરસ્કૃત કરે છે પરંતુ ઈમાનદાર લોનદારોને એક દુ:ખદ સંદેશ પણ આપે છે, જે પોતાના નાણાકીય જવાબદારીને પૂરી કરવાની કોશિશ કરે છે.

સાથે જ આ સંઘોએ તે પણ કહ્યું કે તેના પર ધ્યાન આપવું જરૂરી છે કે વિલફુલ ડિફોલ્ટર્સનું બેંકોની નાણાકિય સ્થિરતા અને સમગ્ર અર્થવ્યવસ્થા પર મહત્વપૂર્ણ પ્રભાવ પડે છે. તેમને કરારો હેઠળ પોતાના લોનના સેટલમેન્ટની મંજૂરી આપીને આરબીઆઈ અનિવાર્ય રૂપથી તેમના ખોટા કાર્યોને માફ કરી રહ્યું છે અને સામાન્ય નાગરિકો અને મહેનતી બેંક કર્મચારીઓના ખભા પર તેમના કુકર્મોનો ભાર નાંખી રહી છે.

આ પણ વાંચો- PM મોદીએ પણ સ્વીકાર્યું કે ખેતી ક્ષેત્રે અનેક પડકારો રહેલા છે; જાણો બીજું શું કહ્યું કૃષિ અંગે

કેટલાક પસંદગીના લોકોને ફાયદો પહોંચાડવાની કોશિશ

આર્થિક બાબતોના જાણકાર અને જેએનયૂના પૂર્વ પ્રાધ્યાપક પ્રોફેસર અરૂણ કુમારનું કહેવું છે કે આરબીઆઈનું નવીનત્તમ પગલું એક ઉત્તમ દાખલો બેસાડતો નથી.

તેઓ કહે છે આપણા દેશમાં ઘણું બધુ ડિફોલ્ટ થાય છે. ખેડૂતોનું પણ ડિફોલ્ટ હોય છે. ત્યાં એવી કોઈ જ જોગવાઈ નથી. તો આવા જે મોટા-મોટા ડિફોલ્ટર છે, જે ખાસ કરીને વિલફુલ (ઈરાદાપૂર્વક) ડિફોલ્ટર છે તેમના માટે આવી જોગવાઈ લાવવી યોગ્ય નથી.

પ્રોફેસર અરૂણ કુમાર અનુસાર, જો અર્થવ્યવસ્થામાં મંદીના કારણે કોઈપણ એવી કંપની સાથે કોઈ મુશ્કેલી આવે છે, જે પહેલા ઠિક-ઠાક પોતાની લોન ભરી રહી હતી પરંતુ મંદીના કારણે કોઈ મુશ્કેલી આવે છે તો તેના સાથે આવો કરાર કરવો સમજમાં આવે છે. પરંતુ વિલફુલ ડિફોલ્ટર સાથે સમાધાન કરવો જોઈએ નહીં. તે બાબતોમાં તો કેસ ચલાવવો જોઈએ જેથી ભવિષ્યમાં લોકો આવું કરે નહીં. નહીં તો પછી થશે એવું કે લોકો વિલફુલ ડિફોલ્ટ થયા પછી પાછળથી સમાધાન કરી લેશે.

પ્રોફેસર કુમાર કહે છે કે ભારતમાં ક્રોની કેપિટલિઝ્મ (એક એવી અવ્યવસ્થા જેમાં વ્યાપારની સફળતા વ્યાપારી અને સરકારી અધિકારીઓના પરસ્પરના સંબંધોથી નક્કી થાય છે) ખુબ જ છે તેના કારણે લોકો પોલિટિકલ પ્રેશર લગાવશે અને ચીજો ઠિક કરાવી લેશે.

તેઓ કહે છે, મોટા ભાગના વિલફુલ ડિફોલ્ટર જેવા જ લોકો હોય છે જેમનું પોલિટિકલ ક્નેક્શન હોય છે. તેથી જ તો તેઓ વિચારે છે કે આગળ જઈને તેને મેનેજ કરી લેશે. મને લાગતું નથી કે યોગ્ય ઉદાહરણ બેસાડવામાં આવી રહ્યું છે.

પ્રોફેસર અરૂણ કુમારનું માનવું છે કે આરબીઆઈને આ વાતનું વર્ગીકરણ કરવી જોઈએ કે ડિફોલ્ટ આર્થિક મંદી જેવા કારણે થયું કે જાણીજોઈને કરવામાં આવ્યું છે.

તેઓ કહે છે, આપણે ત્યાં બેંકિંગ સિસ્ટમમાં જે નોન-પરફોર્મિંગ એસેટ્સ થયા હતા, તે ક્રોનિઝ્મના કારણે થયા હતા, તે કિસ્સાઓમાં લોન આપવાથી પહેલા જે તપાસ થવી જોઈતી હતી તે રાજકીય દબાણના કારણે થઈ નહતી. તેથી ઘણી બધી નોન-પરફોર્મિંગ એસેટ્સ થઈ ગઈ હતી. કેમ કે જે ક્રોની કેપિટલિસ્ટ હતા તેમને લાગ્યું કે હવે આપણને લોન મળી ગઈ છે તો આપણે તેને ચૂકાવવાની જરૂરત નથી, આપણે તેને રાજકિય રીતે મેનેજ કરી લઈશું. તેની અસર તેવી થઈ કે આપણી બેંકોમાં એનપીએ ખુબ જ વધી ગયું. એનપીએ વધવાના કારણે લોન ઓછી મળવા લાગી. અનેક બેંકો આરબીઆઈની નજરમાં આવી ગઈ હતી અને લોન આપી શકી રહી નહતી. તેના કારણે ફરીથી વ્યવસાયિક વાતાવરણ ખરાબ થઇ ગયું.

પ્રોફેસર કુમાર કહે છે કે તેમને ડર છે કે ક્રોનિઝ્મના કારણે બેંકોના એનપીએ ફરીથી વધી શકે છે, જેનાથી અર્થવ્યવસ્થામાં મુશ્કેલીઓ વધી શકે છે.

સાથે જ તેઓ માને છે કે આ નિર્ણય કેટલાક પસંદગીના લોકોને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યો છે. કેટલાક લોકો જે મુશ્કેલીમાં હશે તેમને મદદ પહોંચાડવા માટે કદાચ આવું કરવામાં આવી રહ્યું છે કેમ કે તે લોકો જ પાછળથી ધન ઉપલબ્ધ કરાવશે. એવું પણ હોઈ શકે કે આ ફાયદો હાલ પહોંચાડી દેવામાં આવે, આગામી સામાન્ય ચૂંટણીની નજીક નહીં. હાલમાં જેને પણ બચાવી શકતા હોવ તેને બચાવી લો.

આ પણ વાંચો- કૂવામાં કૂદીને જીવ આપી દઈશ પણ કોંગ્રેસમાં નહીં જોડાઉ: Nitin Gadkari

નીરવ મોદી અને વિજય માલ્યા જેવા ડિફોલ્ટરોને કોઈ ફાયદો થશે નહીં

ડૉ. સુવરોકમલ દત્તા જાણીતા જમણેરી રાજકીય અને આર્થિક નિષ્ણાત છે.

તેઓ કહે છે કે સીમાંકન રેખા ખૂબ જ સ્પષ્ટ છે. “જે લોકોએ નીરવ મોદી અને વિજય માલ્યાની જેમ માત્ર નાણાંની ગેરઉપયોગ માટે ડિફોલ્ટ કર્યું છે, તેમના માટે બચવાનો કોઈ રસ્તો નથી.”

ડૉ. દત્તાના જણાવ્યા અનુસાર, કોવિડ દરમિયાન ઘણી નાની કંપનીઓ અને સ્ટાર્ટઅપ કંપનીઓને વાસ્તવિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને મહામારીના કારણે તેમની કામગીરી પર ખરાબ અસર પડી હતી. તેઓ કહે છે કે મહામારી જેવી અકુદરતી ઘટનાને કારણે તેમને નુકસાન થયું છે અને સંકટમાંથી બહાર આવવું તેમના હાથમાં નથી.

તે કહે છે, “તમામ નાના ડિફોલ્ટરો કે જેઓ કાયદાનું પાલન કરે છે અને ભૂતકાળમાં ડિફોલ્ટ નથી કરતા તેમને એવી કોઈ વસ્તુ માટે સજા ન થવી જોઈએ જે તેમના હાથમાં ન હતું. શા માટે તેમને નિર્દયતાથી સજા કરવી અને નીરવ મોદી, વિજય માલ્યા અને અન્ય મોટા નાણાકીય અપરાધી લોકોની જેવું વર્તવું કરવું. જેઓ મધ્યમ અને નાના પાયાના ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ ચલાવી રહ્યા છે તેમને આરબીઆઈ પાસેથી મુક્તિની જરૂર છે જેમના ઉદ્યોગો ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. જો તેમને આવી છૂટ આપવામાં નહીં આવે તો તેઓ પડી ભાંગશે.”

ડૉ. દત્તા કહે છે કે આ જ કારણ છે કે RBI આ પોલિસી લઈને આવી છે જેનાથી એવા લોકોને ફાયદો થશે જેઓ કાયદેસર રીતે સાબિત કરી શકે છે કે જો સંજોગો તેમના હાથમાં હોત તો તેઓ તેમની લોનમાં ડિફોલ્ટ ન થયા હોત.

“જે લોકો તેની ટીકા કરી રહ્યા છે તેઓ માત્ર ટીકા કરવા ખાતર ટીકા કરી રહ્યા છે અને મોટાભાગની ટીકા રાજકીય છે. જ્યારે ખેડૂતો મુશ્કેલીમાં હતા ત્યારે યુપીએ સરકારે લગભગ 70,000 કરોડ રૂપિયાની લોન માફ કરી હતી.”

પરંતુ સવાલ એ ઊભો થયો છે કે શું બેંકોએ એવા લોકો સાથે સમાધાન કરવું જોઈએ જેમણે જાણીજોઈને તેમની લોન ડિફોલ્ટ કરી છે?

ડૉ. દત્તા કહે છે, “એ જોવું જોઈએ કે કોઈ વ્યક્તિ કે કંપનીએ કેટલી વાર ડિફોલ્ટ કર્યું છે. શું ડિફોલ્ટ પહેલીવાર થયું છે કે ઘણી વખત થયું છે. તેથી જો કોઈ કંપનીએ સાચા કારણોથી પહેલીવાર ડિફોલ્ટ કર્યું હોય અને જે કંપની દ્વારા કાયદેસર રીતે સાબિત થઈ શકે છે, તો આવા ડિફોલ્ટર્સને તેનું પુનરાવર્તન ન કરવાની ચેતવણી સાથે મુક્તિ આપવામાં આવી શકે છે.”

“નિરવ મોદી અને વિજય માલ્યા જેવા ફોજદારી ડિફોલ્ટર્સ કે જેમણે પૈસા પડાવવાના ઈરાદાથી જાણી જોઈને ડિફોલ્ટ કર્યું છે તેઓ એક અલગ શ્રેણી છે. તેમને કોઈ લાભ મળવાનો નથી. તેમની સામે રેડ કોર્નર નોટિસ છે. ભારત સરકાર તેમના પ્રત્યાર્પણ માટે ખત પ્રયાસ અને દબાણ કરી રહી છે. તેમની મિલકત જપ્ત કરવામાં આવી છે.

ડૉ. દત્તાના જણાવ્યા અનુસાર, આરબીઆઈ એવું નથી કહી રહી કે તે નીરવ મોદી અને વિજય માલ્યા જેવા ડિફોલ્ટર્સને કોઈ છૂટ આપવા જઈ રહી છે.

“પરંતુ જેમનો ભૂતકાળનો સારો નાણાકીય રેકોર્ડ છે અને જેઓ તેમના નિયંત્રણની બહારના કારણોસર પ્રથમ વખત ડિફોલ્ટ થયા છે તેમને માફ કરવાની જરૂર છે.”

આ પણ વાંચો- મણિપુર હિંસા: ઈમ્ફાલમાં સુરક્ષા દળો અને ટોળા વચ્ચે અથડામણ; ભાજપના નેતાઓના ઘર સળગાવવાનો પ્રયાસ

 

Back to top button