ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટીવર્લ્ડવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

શું QR કોડ પણ ભૂતકાળ બની જશે? શું તમારી હથેળી જ પેમેન્ટ કરી શકાશે? જાણો

Text To Speech
  • અમેરિકા અને ચીનના લોકો QR કોડ છોડી કરી રહ્યા છે હથેળી બતાવી પેમેન્ટ

HD ન્યૂઝ ડેસ્ક, 1 જૂન: એક સમય હતો જ્યારે આપણે બધા મોટાભાગે પેમેન્ટ માટે રોકડનો ઉપયોગ કરતા હતા. આ પછી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ બજારમાં આવ્યા અને પછી ભારતમાં નોટબંધીનો સમય આવ્યો. નોટબંધી પછી ડિજિટલાઇઝેશનનો યુગ આવ્યો અને પછી કેટલાક લોકોએ રોકડનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું અને કેટલાક લોકોએ ચૂકવણી માટે Google Pay, PhonePe અને Paytm જેવી એપ્સનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. પરંતુ શું તમે જાણો છો કે અમેરિકા અને ચીન ભારત કરતા બે ડગલાં આગળ ચાલી રહ્યા છે.

તમને પણ એ પશ્ન થશે કે એ કેવી રીતે? અમેરિકા અને ચીન આ બે દેશ એવા છે કે જ્યાં લોકો પેમેન્ટ કરવા માટે ના તો રોકડનો કે ના તો ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે, અહીંના લોકો હવે માત્રને માત્ર પોતાની હથેળી બતાવીને પેમેન્ટ કરે છે. તમને આ સાંભળીને નવાઈ લાગી હશે ને? કે હાથ બતાવીને પેમેન્ટ કેવી રીતે થાય છે, આ કેવી રીતે શક્ય છે?

અમેરિકા અને ચીનમાં કેટલીક કંપનીઓ હથેળી બતાવીને પેમેન્ટ થઈ જતી સેવા પૂરી પાડી રહી છે. આ સેવા અમેરિકામાં Amazon અને ચીનમાં Tencent કંપની દ્વારા આપવામાં આવી રહી છે. ચાલો જાણીએ કે શો ઑફ હેન્ડ્સ દ્વારા પેમેન્ટ કરવાની ટેક્નોલોજી કેવી રીતે કામ કરે છે?

Palm Payment System: ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે?

જો કોઈ વ્યક્તિ અમેરિકા અથવા ચીનમાં પોતાનો હાથ બતાવીને પેમેન્ટ કરવા માંગે છે, તો તેણે એમેઝોન અને ટેન્સેન્ટ જેવી કંપનીઓના ક્લાઉડ સર્વર પર તેના બેંક ખાતા અને કાર્ડની વિગતો સાથે તેની હથેળીનો બાયોમેટ્રિક ડેટા અપલોડ કરાવવો પડે છે.

આ પછી, જો તમે તમારી હથેળી બતાવીને ચૂકવણી કરવા માંગો છો, તો મશીનમાં સ્થાપિત સ્કેનર તમારી હથેળીની પ્રિન્ટ અને તમારી હથેળીની નસોની રચનાનું વિશ્લેષણ કરીને તમારી ઓળખની પુષ્ટિ કરે છે. ઓળખની પુષ્ટિ થયા પછી તમારી હથેળી સાથે જોડાયેલા બેંક ખાતામાંથી તરત જ ચૂકવણી થઈ જાય છે.

આ પણ વાંચો: Open AIએ લોકસભા ચૂંટણીમાં BJP વિરૂધ્ધ એજન્ડા ચલાવ્યાનો ધડાકો કર્યો

Back to top button