શું પ્રિયંકા ગાંધી વાયનાડમાં રાહુલ ગાંધીનો 6 લાખ વોટનો રેકોર્ડ તોડી શકશે? જાણો
- કેરળની વાયનાડ લોકસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધીનું શાનદાર પ્રદર્શન
વાયનાડ, 23 નવેમ્બર: કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી કેરળમાં વાયનાડ લોકસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે. તેઓ CPI(M)ના સત્યન મોકેરી (કમ્યુનિસ્ટ પાર્ટી)ને હરાવીને સારી લીડ જાળવી રહ્યા છે. પ્રિયંકા ગાંધી 5.6 લાખથી વધુ મતોથી આગળ છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પ્રિયંકા ગાંધીએ 564515 વોટનો આંકડો પાર કર્યો છે. ત્યાં સુધી સત્યન મોકેરીને માત્ર 1 લાખ 90 હજારથી વધુ મત મળ્યા છે.
શું રાહુલ ગાંધીનો રેકોર્ડ તોડશે પ્રિયંકા?
ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધીએ નોંધપાત્ર લીડ બનાવી છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધી તેમના ભાઈ રાહુલ ગાંધીના 6 લાખથી વધુ મતોના રેકોર્ડને તોડી શકશે કે કેમ તે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. લોકસભા ચૂંટણી 2024માં રાહુલ ગાંધીએ રેકોર્ડ તોડીને વાયનાડ સીટ જીતી હતી. તેમને 6,47,445 મત મળ્યા હતા. જ્યારે તેમના નજીકના હરીફ એની રાજા (ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી)ને 2,83,023 વોટ મળ્યા હતા. રાહુલ ગાંધીએ તેમના હરીફને 3,64,422 મતોના માર્જિનથી હરાવ્યા અને 4,31,770 મતોની રેકોર્ડ બહુમતી સાથે જીત મેળવી.
પ્રિયંકા ગાંધી વાયનાડમાં અડીખમ
જો પ્રિયંકા ગાંધીની સ્થિતિ વિશે વાત કરવામાં આવે તો તેમણે તાજેતરમાં જ તેમનું ચૂંટણી પ્રચાર ખૂબ જ જોરદાર રીતે ચલાવ્યું હતું. હાલમાં તે શાનદાર લીડ પણ જાળવી રહ્યા છે. પેટાચૂંટણીમાં 62 ટકા મતદાન થયું હતું. લોકસભા ચૂંટણી 2024માં વાયનાડ સીટ પર 73.57 ટકા મતદાન થયું હતું. જો કે, તે 6 લાખના આંકડા સુધી પહોંચી શકશે કે કેમ તે અત્યારે કહેવું મુશ્કેલ છે, પરંતુ શક્યતા જોવા મળી રહી છે.
આ પણ જૂઓ: મહારાષ્ટ્રમાં જીત બાદ CM શિંદેની પ્રથમ પ્રતિક્રિયા બહાર આવી, કહ્યું: મતદારોનો આભાર