POK સંપુર્ણ રીતે બની જશે ભારતનો હિસ્સો? જાણો જ્યોતિષશાસ્ત્ર શું કહે છે?
- ભારત – પાકિસ્તાન વચ્ચે પીઓકેને લઈને હંમેશા તણાવ રહ્યો છે
- શક્ય છે કે 1 મે, 2024 પહેલા PoK સંપુર્ણ રીતે ભારતનો હિસ્સો બની શકે છે
- જ્યોતિષીય ગણતરીઓથી જાણો કે પીઓકેની કુંડળી શું કહે છે
છેલ્લા 3 વર્ષથી સરકાર POKને ભારતમાં લેવાની વાત કરી રહી છે. પીઓકે હંમેશાથી ચર્ચામાં રહે છે. જ્યારથી મોદી સરકાર સત્તામાં આવી છે ત્યારથી ભારતમાં POK ને સંપૂર્ણપણે એકીકૃત કરવાની વાતો વારંવાર થતી રહે છે. આવી સ્થિતિમાં, સવાલ એ ઊભો થાય છે કે શું આપણે ખરેખર પીઓકેને સંપૂર્ણપણે પાછુ મેળવી શકીશું? તાજેતરમાં જ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે PoK ભારતનો હિસ્સો છે અને હંમેશા રહેશે. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પીઓકેને લઈને હંમેશા તણાવ રહ્યો છે. ચાલો જ્યોતિષીય ગણતરીઓથી જાણીએ કે પીઓકેની કુંડળી શું કહે છે.
ભારતની આઝાદીની કુંડળીમાં વૃષભ લગ્ન છે અને લગ્નમાં રાહુ બેઠો છે. અત્યારે રાહુ અને ગુરુ બંને 12મા સ્થાનમાં સાથે ચાલી રહ્યા છે. ગુરુ 12માં સ્થાનથી ભારતની કુંડળીના ચતુર્થ સ્થાનને જોઈ રહ્યો છે અને ગુરુની દ્રષ્ટિમાં વિસ્તાર છે. આવા સંજોગોમાં શક્ય છે કે 1 મે, 2024 પહેલા PoK સંપુર્ણ રીતે ભારતનો હિસ્સો બની શકે છે. શનિ પણ કુંભ રાશિમાં બેસીને ચતુર્થ ભાવને વિસ્તાર આપે છે, તેથી આ સંભાવનાને વધુ બળ મળે છે.
આવી સ્થિતિમાં જ્યારે રાહુ મેષ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરે છે, તે જ સમયે સંધિકાળમાં એટલે કે 17 ઓક્ટોબરથી 30 ઓક્ટોબરની વચ્ચે એવું વાતાવરણ સર્જાઈ શકે છે કે POK પર ભારતનો પ્રભાવ વધવા લાગે, કેમકે રાહુ જ્યારે પણ રાશિ પરિવર્તન કરશે, તે સમયે જે પણ થશે તે અચાનક જ થશે.
ત્યારબાદ જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તે સમયે સૂર્યની સ્થિતિ એવી હશે કે સ્વતંત્ર ભારતની કુંડળીમાં સૂર્ય ચંદ્ર અને શનિની સામે હાજર હશે. 14 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી સૂર્ય મકર રાશિમાં રહેશે અને 5 ફેબ્રુઆરીથી મંગળ પણ મકર રાશિમાં પ્રવેશ કરશે.
5થી 15 ફેબ્રુઆરી વચ્ચે બનશે કોઇક ઘટના
મતલબ કે સૂર્ય અને મંગળ મકર રાશિમાં એકસાથે ચાલશે અને પાકિસ્તાનની મેષ લગ્નની કુંડળીના દસમા સ્થાનમાં આવશે અને જો તે કુંડળીના ચોથા ભાવમાં બેઠેલા સૂર્ય, ચંદ્ર અને શનિની સામેથી પસાર થશે તો યુદ્ધની સ્થિતિ સર્જાઈ શકે છે. . આવી સ્થિતિમાં 5 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરીની વચ્ચે ભારત POK પર પોતાનો પ્રભાવ પાડી શકે છે.
આ પણ વાંચોઃ શું તમે જાણો છો ભારતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજો વિશે?