ટ્રેન્ડિંગમનોરંજન

‘ધ વેક્સિન વૉર’ની હાલકડોલક નાવને પીએમ મોદી ઉગારશે?

  • એક રેલી દરમિયાન PM મોદીએ ‘ધ વેક્સીન વોર’નો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘મેં સાંભળ્યું છે કે એક ફિલ્મ આવી છે, ‘ધ વેક્સીન વોર’. એ ફિલ્મ જોયા પછી ગર્વ થાય છે કે આપણા વૈજ્ઞાનિકોએ આવું કામ કર્યું છે. હું આ ફિલ્મના નિર્માતાઓને પણ અભિનંદન આપું છું

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની સુપર સક્સેસ પછી વિવેક અગ્નિહોત્રીને તેની આગામી ફિલ્મ ‘ધ વેક્સિન વૉર’ થી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ દિગ્દર્શકની આ આશાઓ પર પાણી ફરી વળ્યુ છે. વિવેક અગ્નિહોત્રીએ ‘ધ વેક્સિન વૉર’નું ખૂબ પ્રમોશન કર્યું હતું, પરંતુ તેમ છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પિટાઇ ગઇ, પરંતુ આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ધ વેક્સીન વોર’ના વખાણ કર્યા છે.

PMની પ્રશંસાનો ફાયદો ડૂબતી ‘વેક્સિન વોર’ને થશે?

આજે રાજસ્થાનના જોધપુરમાં એક રેલી દરમિયાન PM મોદીએ ‘ધ વેક્સિન વૉર’નો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘મેં સાંભળ્યું છે કે એક ફિલ્મ આવી છે, ‘ધ વેક્સિન વૉર’. આપણા દેશના વૈજ્ઞાનિકોએ કોવિડ સામેની લડાઈમાં દિવસ-રાત મહેનત કરી હતી. તેમની લેબમાં એક ઋષિની જેમ સાધના કરી હતી અને આપણા મહિલા વૈજ્ઞાનિકોએ પણ અદ્ભુત કામ કર્યું હતું. પ્રશંસનીય વાત છે કે આ બધી બાબતોને ‘ધ વેક્સીન વોર’માં બેસ્ટ રીતે દર્શાવવામાં આવી છે. એ ફિલ્મ જોયા પછી ગર્વ થાય છે કે આપણા વૈજ્ઞાનિકોએ આવું કામ કર્યું છે. હું આ ફિલ્મના નિર્માતાઓને પણ અભિનંદન આપું છું કે તેઓએ આ ફિલ્મ બનાવીને દેશના વૈજ્ઞાનિકો અને વિજ્ઞાનને મહત્વ આપ્યું છે.

વિવેક અગ્નિહોત્રીએ માન્યો PMનો આભાર

વડાપ્રધાન પાસેથી વખાણ સાંભળીને વિવેક અગ્નિહોત્રી ખુશીથી ફુલ્યા ન સમાયા. તેમણે પીએમ મોદીનો વીડિયો શેર કરતા ધન્યવાદ કર્યા. ડાયરેક્ટરે લખ્યુ છે કે વડાપ્રધાન મોદી પાસેથી આ સાંભળીને ખુશી થાય છે કે તેમના નેતૃત્વમાં સ્વદેશી વેક્સિન બનાવનાર ભારતીય વૈજ્ઞાનિકો, ખાસ કરીને મહિલા વૈજ્ઞાનિકોના યોગદાનની પ્રશંસા થઇ. મહિલા વૈજ્ઞાનિકોને કોલ કર્યો અને તેઓ ભાવુક થઇ ગઇ.

આ પણ વાંચોઃ શું થયું હશે એ 23 સૈન્ય જવાનોનું? સિક્કિમના હૃદયદ્રાવક દ્રશ્યો

Back to top button