દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. દેશને અંગ્રેજી હુકૂમતમાંથી આઝાદી મળે 75 વર્ષ થવા જઈ રહ્યા છે. આ વખતે પણ પીએમ નરેન્દ્ર મોદી લાલકિલ્લાની પ્રાચીરેથી દેશને સંબોધન કરશે. તૈયારીઓ જોર-શોરોથી ચાલી રહી છે. પીએમ નરેન્દ્ર મોદી દર વખતે વગર કોઈ બુલેટ પ્રૂફ બૉક્સે ભાષણ આપે છે. સ્પીચ આપ્યા બાદ તેઓ પ્રોટોકૉલ તોડીને બાળકો સાથે પણ મુલાકાત કરે છે.
શું આ વખતે બદલાશે પરંપરા?
નરેન્દ્ર મોદીના પહેલા પ્રધાનમંત્રી ઘણીવાર બુલેટ પ્રૂફ બૉક્સમાં જ ભાષણ આપતા હતા. પણ પીએમ બન્યા બાદ પીએમ મોદીએ વગર કોઈ સુરક્ષા ચક્રએ ભાષણ આપવાની પરંપરા શરૂ કરી. પણ શું આ વખતે કંઈ અલગ જોવા મળશે? શું પીએમ મોદી બુલેટ પ્રૂફ બૉક્સમાં ઉભા થઈને દેશને સંબોધન કરશે?
એક તસ્વીર સામે આવ્યા બાદ આવા કયાસ લગાવવામાં આવી રહ્યા છે. ન્યુઝ એજન્સી પીટીઆઈ તરફથી આજે એક તસ્વીર જારી કરવામાં આવી છે, જેમાં કર્મચારી લાલકિલ્લાની પ્રાચીર પર બુલેટ પ્રૂફ બૉક્સ લગાવી રહ્યા છે. માટે એવી અટકળો ચાલી રહી છે કે શું પીએમ મોદી આ વખતે ભાષણ બુલેટ પ્રૂફ બૉક્સમાં આપશે.
લોકો સાથે સીધા જોડાવા માટે પીએમ મોદીએ વર્ષ 2014માં શપથ લીધા બાદ ક્યારેય બુલેટ પ્રૂફ બૉક્સમાં ભાષણ નથી આપ્યું. પૂર્વ પીએમ ઈંદિરા ગાંધીની હત્યા બાદ તમામ પ્રધાનમંત્રી બુલેટ પ્રૂફ બૉક્સમાં જ ભાષણ આપતા હતા. આ એક પરંપરા બની ગઈ હતી.
આ પણ વાંચો:મમતા બેનર્જીને મોટો ઝટકો, TMCના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે પાર્ટીને કહી દીધું અલવિદા
1985માં સૌથી પહેલા પૂર્વ પીએમ રાજીવ ગાંધીએ બુલેટ પ્રૂફ બૉક્સમાં ઉભા રહીને સ્પીચ આપી હતી. વર્ષ 1990માં તત્કાલીન પીએમ વીપી સિંહે હાફ બૉક્સનો વિકલ્પ પસંદ કર્યો. પણ પીવી નરસિમ્હા રાવ માટે ફરીથી ફુલ બૉક્સનો વિકલ્પ પસંદ કર્યો.
આ વખતે આવી છે સુરક્ષાની તૈયારીઓ
75મા સ્વતંત્રતા દિવસને જોતા 15 ઓગસ્ટે લાલકિલ્લાની સુરક્ષા 10000 પોલીસ જવાનોના હાથમાં હશે. દિલ્હી પોલીસનું કહેવું છે કે સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે.