ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ કપ

શું PM મોદી બોલિંગ અને અમિત શાહ બેટિંગ કરશે ? : ફાઇનલ પહેલા સંજય રાઉતનું નિવેદન

  • અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ
  • શિવસેના નેતા સંજય રાઉતે મેચમાં PM મોદીની હાજરી પર સાધ્યું નિશાન
  • શું ફાઇનલ મેચમાં ભાજપના નેતા ફિલ્ડિંગ કરશે : સંજય રાઉત

વર્લ્ડ કપ ફાઇનલ: સમગ્ર વિશ્વની નજર ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ફાઇનલ મેચ પર છે. આ અંગે પણ રાજકીય ગરમાવો વધી ગયો છે. શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચમાં પીએમ નરેન્દ્ર મોદીની હાજરીને લઈને આરોપ લગાવ્યો હતો કે, “ફાઇનલ મેચને એટલી રાજકીય ઈવેન્ટ બનાવવામાં આવી રહી છે કે એવું લાગે છે કે અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલિંગ કરશે, અમિત શાહ બેટિંગ કરશે અને ભાજપના નેતાઓ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ માટે ઉભા રહેશે. દરેક વસ્તુને રાજકીય ઈવેન્ટ બનાવવામાં આવી રહી છે.”

 

1 લાખ 30 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતા વિશ્વના આ સૌથી મોટા સ્ટેડિયમમાં આજે યોજાનારી રોમાંચક મેચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ અને ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્લ્સ પણ ભાગ લેશે. આ ઉપરાંત ભાજપ શાસિત ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમાં ભાગ લેવાના છે.

શું પીએમ મોદી બોલિંગ કરશે અને અમિત શાહ બેટિંગ કરશે?

શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું છે કે, “જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા છે ત્યારથી દરેક વસ્તુને તેમની રાજકીય ઘટના બનાવી દેવામાં આવી છે.” તેમણે વધુમાં કહ્યું કે, “જ્યારથી આ દેશમાં કેન્દ્રમાં અને ઘણા રાજ્યોમાં મોદી સરકાર સત્તામાં આવી છે, ત્યારથી દરેક બાબત પર રાજકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ક્રિકેટમાં રાજકારણ કરવાની જરૂર નથી, પરંતુ અમદાવાદમાં આવું કરવામાં આવી રહ્યું છે. ”

તેમણે વધુમાં કહ્યું કે, “એવું લાગે છે કે અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલિંગ કરશે, અમિત શાહ બેટિંગ કરશે અને ભાજપના નેતાઓ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ માટે ઉભા રહેશે. PM મોદીના કાર્યકાળ દરમિયાન, અમને સાંભળવા મળશે કે અમે વર્લ્ડ કપ જીત્યા છીએ. આજકાલ, આ દેશમાં કંઈપણ થઈ શકે છે.”

સોનિયા ગાંધીએ ભારતીય ટીમને શુભેચ્છાઓ પાઠવી

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા દેશના તમામ ટોચના નેતાઓએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ પણ શનિવારે ભારતીય ટીમને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે, “રમતગમતએ હંમેશા દેશને લિંગ, પ્રદેશ, ભાષા, ધર્મ અને વર્ગથી આગળ એક કર્યો છે.” વધુમાં કહ્યું કે, “પ્રિય ટીમ ઈન્ડિયા, તમારી પાસે વિશ્વ ચેમ્પિયન બનવા માટે જરૂરી ક્ષમતાઓ છે. ટીમ ઈન્ડિયાને શુભકામનાઓ. જય હિંદ.”

આ પણ વાંચો :વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા રાજનેતાઓએ આપી શુભકામનાઓ

Back to top button