HD ન્યુઝ ડેસ્કઃ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારેના રોજ ‘ઓવર ધ ટોપ’ (OTT) પ્લેટફોર્મને કન્ટેન્ટ અંગે કડક સૂચનાઓ આપી છે. તેમણે કહ્યું કે સરકાર સર્જનાત્મક સ્વતંત્રતાના નામે ભારતીય સંસ્કૃતિ અને સમાજનું અપમાન થવા દેશે નહીં. તેમણે ગઇકાલે OTT પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી.
ભારત વિવિધતાઓથી ભરેલો દેશઃ તેમણે પ્લેટફોર્મ પર OTT પ્રતિનિધિઓને કહ્યું કે આવી સામગ્રી પ્રકાશિત ન થવી જોઈએ, જે પ્રચાર તરફ દોરી જાય છે અને એ પણ ધ્યાનમાં રાખો કે પ્લેટફોર્મનો ઉપયોગ વૈચારિક પૂર્વગ્રહ માટે ન થવો જોઈએ. અનુરાગે કહ્યું, “ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. OTT પ્લેટફોર્મ્સે દેશની એકંદર ચેતનાને પ્રતિબિંબિત કરવી જોઈએ અને એવી સામગ્રી પ્રદાન કરવી જોઈએ જે તમામ ઉંમરના લોકો માટે સારો અનુભવ હોય.”
OTT પ્લેટફોર્મની જવાબદારીઃ તેમણે કહ્યું કે અમે ભારતની રચનાત્મક અર્થવ્યવસ્થાને આગળ લઈ જઈ રહ્યા છીએ, આવી સ્થિતિમાં આ પ્લેટફોર્મ દેશની સાંસ્કૃતિક વિવિધતા પ્રત્યે સંવેદનશીલ હોવા જોઈએ. અનુરાગ ઠાકુરે કહ્યું કે માહિતી અને પ્રસારણ મંત્રાલય આ લક્ષ્યને હાંસલ કરવા માટે જોડાણ અને સંપર્કોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે OTT પ્લેટફોર્મની જવાબદારી એ સુનિશ્ચિત કરવાની છે કે તેમના પ્લેટફોર્મ પરથી સર્જનાત્મક સ્વતંત્રતાના નામે અશ્લીલતા પીરસવામાં ન આવે.
આ પણ વાંચોઃ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે 20 થી 21 જુલાઈ દરમિયાન ભારતની મુલાકાતે આવશે