શું નિફ્ટી 22,000ની સપાટી તોડશે? વોલસ્ટ્રીટમાં ભારે વેચવાલી


મુંબઇ, 11 માર્ચ: વૈશ્વિક બજારોમાં આવેલી વેચવાલીને કારણે ભારતીય શેરબજારમાં નબળો પ્રારંભ થિ શકે છે. એશિયન માર્કેટમાં વોલસ્ટ્રીટમાં આવેલા ઘટાડાને પગલે કડાકો થયો છે. જેની પાછળ વિશ્વના સૌથી મોટું અર્થતંત્ર મંદીમાં ધકેલાઇ જશે તેવી દહેશત જવાબદાર છે. જાપાન, દક્ષિણ કોરિયા અને હોંગકોંગના માર્કેટ્સમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે, જે નિફ્ટી 50 નીચામાં ખુલશે કે 22,000ની સપાટી તોડશે તેવો સંકેત દર્શાવે છે.
આજના ટ્રેડમાં નિફ્ટી અને સેન્સેક્સમાં ઘટાડો થઇ શકે છે. કેમ કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલીસીએ બજારમાં ભારે ચિંતાને જન્મ આપ્યો છે, જેના લીધે મોટા ભાગના શેરબજારમાં ઘટાડો થયો છે. મૂલ્યની દ્રષ્ટિએ જોઇએ તો એસએન્ડપી 500માં 4 ટ્રિલીયન ડોલરનું ગાબડુ પડ્યુ છે, જ્યારે સોમવારે 2.7 ટકાનો છેલ્લા એક વર્ષનો સૌથી મોટો ઘટાડો થયો હતો. ચીન, કેનેડા અને મેક્સિકોમાં હાલમાં આગળ ધપી રહેલી વેપારની ચિંતાએ ઉદ્યોગ ગૃહો અને રોકાણકારોને વિચારતા કરી મુક્યા છે એટલુ જ નહી ભવિષ્યની વૃદ્ધિ અંગે પણ દહેશતમાં મુકી દીધા છે જેના કારણે ભારે વેચવાલી અનુભવાઇ હતી. એસએન્ડપી 500 ફેબ્રુઆરીના સરોવ્ચ્ચ સ્તરથી 8.6 ટકા નીચે છે અને 100 ટકા કરેક્શન તરફ આગળ વધ્યુ છે, જ્યારે નાસડેક પહેલેથી ડિસેમ્બરના મથાળા કરતા નીચે ગબડી પડ્યુ છે. એનાલિસ્ટોના અનુસાર નિફ્ટીમાં પ્રથમ સપોર્ટ લેવલ 22,367, 22427, 22437 દેખાય છે.
બીજી બાજુ ક્રૂડ ઓઇલ પણ યુએસ ટેરિફની અસરને પગલે આર્થિક વૃદ્ધિ ખોરવાશે અને ઉર્જા માંગ ઘટવાની બીકે સતત બીજા દિવસે ઘટ્યુ હતું.. ઉપરાંત ઓપેકે ઉત્પાદન વધારવાની કરેલી ઘોષણાએ તેના ઘટાડાને વેગ આપ્યો છે.
આજે આ શેર રહેશે લાઇમલાઇટમાં
નિફ્ટી અને સેન્સેક્સમાં આજે નરમાઇ પ્રવર્તવાની દહેશત હોવા છતાં જે લાઇમલાઇટમાં રહેનારા શેર્સમાં હિટાચી એનર્જી ઇન્ડિયા, સેન્ટમ ઇલેક્ટ્રોનીક્સ, એનટીપીસી, એટીપીસી ગ્રીન એનર્જી, ઇન્ડિયન બેન્ક, ઉર્જા ગ્લોબલ, સિન્જેન ઇન્ટરનેશનલ, ભારત ઇલેક્ટ્રોનીક્સ, એનએલસી ઇન્ડિયા, આદિત્ય બિરલા કેપિટલ, ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન વગેરેમાં તેજી થઇ શકે છે.
આ પણ વાંચોઃ 80 વર્ષના વૃદ્ધ પિતાને કરવા હતા બીજા લગ્ન, પુત્રએ ના પાડતા ગોળી ધરબી પતાવી દીધો, જાણો ક્યાંની છે ઘટના